For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ગુજરાતના IAS દહિયા મારી બાળકીના પિતા છે', સાબિત કરવા DNA ટેસ્ટ કરાવવા ઈચ્છે છે મહિલા

ગુજરાતમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્લીની રહેવાસી મહિલાએ પોતાની દીકરીના ડીએનએની તપાસ કરાવવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્લીની રહેવાસી મહિલાએ પોતાની દીકરીના ડીએનએની તપાસ કરાવવાની માંગ કરી છે. મહિલાનુ કહેવુ છે કે મારી આઠ મહિનાની દીકરીના પિતા ગૌરવ દહિયા જ છે. તેમછતા તે મને પોતાની પત્ની માનવાનો ઈનકાર કરી રહ્યા છે. સત્ય બધા સામે લાવવા માટે હવે એ જરૂરી છે કે મારી દીકરીનો ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે. તેનો ડીએનએ ગૌરવ દહિયાના ડીએનએ સાથે મેચ થશે.

બે લગ્નના આરોપ લાગ્યા, તો દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા

બે લગ્નના આરોપ લાગ્યા, તો દહિયાને સસ્પેન્ડ કરી દેવાયા

તમને જણાવી દઈએ કે ગૌરવ દહિયા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. તે વર્ષ 2010ની બેચના છે. નિયમ અનુસાર આઈએએસ અધિકારી બે લગ્ન ન કરી શકે. તેમછતા દહિયા બે મહિલાઓના પિતા બની ગયા, એવો તેમના પર આરોપ છે. ગુજરાત સરકારે તપાસની પ્રક્રિયા શરૂ કરાવી છે. સાથે જ તેમને સસ્પેન્ડ પણ કરી દીધા છે.

મે એક જ લગ્ન કર્યા છેઃ દહિયા

મે એક જ લગ્ન કર્યા છેઃ દહિયા

બે મહિલાઓના પતિ હોવાનો દહિયા ઈનકાર કરે છે. થોડા દિવસો અગાઉ પોતાના નિવેદનમાં દહિયાએ કહ્યુ, ‘મે એકજ મહિલા સાથે લગ્ન કર્યા છે. દિલ્લીની મહિલા દ્વારા મને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. મારા પર લગાવેલા આરોપ ખોટા છે.' વળી, દિલ્લી નિવાસી મહિલા પોતાના નિવેદન પર અડગ છે. મહિલાના જણાવ્યા મુજબ દહિયા તેનો પણ પતિ છે.

આ પણ વાંચોઃ ઈડી અને સીબીઆઈનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે: રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ ઈડી અને સીબીઆઈનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે: રાહુલ ગાંધી

સત્ય સાબિત કરવા માટે ગાંધીનગર આવી મહિલા

સત્ય સાબિત કરવા માટે ગાંધીનગર આવી મહિલા

પોતાની વાતને સાચી સાબિત કરવા માટે તે મહિલા ગાંધીનગર આવી પહોંચી છે. અહીં મહિલાએ પોલિસ મહાનિર્દેશક શિવાનંદ ઝા અને ગુજરાત મહિલા પંચના અધ્યક્ષ લીલીબેન અંકોલિયા સાથે મુલાકાત કરી છે. મહિલાએ કહ્યુ છે કે, ‘દહિયાથી મને એક બાળકી થઈ, કે જે આઠ મહિનાની છે. તેનો ડીએનએ ટેસ્ટ કરાવીને જુઓ, સત્ય સામે આવી જશે.'

સરકાર સામે હાઈકોર્ટ પહોંચી ગયા દહિયા

સરકાર સામે હાઈકોર્ટ પહોંચી ગયા દહિયા

વળી,મહિલા દ્વારા તપાસ કરવાની માંગ કરાવા પર ગુજરાત સરકારે આરોપી આઈએએસ દહિયા સામે તપાસ શરૂ કરાવી દીધી. થોડા દિવસો અગાઉ દહિયાને સસ્પેન્ડ પણ કરાવી દેવામાં આવ્યા. ત્યારબાદ દહિયા સરકાર સામે હાઈકોર્ટ પહોંચી ગયા. ગુજરાત હાઈકોર્ટમાં દહિયાએ રાજ્ય પોલિસને પોતાના કેસમાં દખલ નહિ દેવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. દહિયાએ કહ્યુ કે, ‘આ કેસ દિલ્લી પોલિસના અધિકાર ક્ષેત્રમાં આવે છે.'

મુખ્ય સચિવે કહ્યુ રિપોર્ટ જોઈને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા

મુખ્ય સચિવે કહ્યુ રિપોર્ટ જોઈને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા

આ તરફ મુખ્ય સચિવ જેએન સિંહે કહ્યુ, ‘તપાસ સમિતિના રિપોર્ટના આધારે રાજ્ય સરકારે ગૌરવ દહિયાને સસ્પેન્ડ કર્યા છે.' દહિયા સામે બે લગ્ન કરવા અને છેતરપિંડીના આરોપોની તપાસ માટે ગયા પ્રધાન સચિવ સુનયના તોમરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસની પ્રક્રિયા ચાલુ છે. વાસ્તવમાં ભારતની સિવિલ સેવા નિયમ-19માં કહેવામાં આવ્યુ છે કે એક અધિકારીને એકથી વધુ પત્નીના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવી શકાય છે. સરકારે તેમને સસ્પેન્ડ કરવાના બદલે તેમને બીજા વિભાગમાં સ્થાનાંતરિત કરી દીધા. ત્યારબાદ 15 ઓગસ્ટે તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા.

English summary
IAS Gaurav Dahiya case: Delhi's Woman Says- He is father of my daughter, Demands DNA Test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X