For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીનાં દેવાં માફ કરશે!

કોંગ્રેસ દ્વારા દ્વારકા ચિંતન શિબિર દરમ્યાન ''દ્વારકા ઘોષણા પત્ર''માં સમાવેશ થયેલ વિધાનસભા-૨૦૨૨ની ચુંટણીઓ માટે ''ખેડૂતો-પશુપાલકો માટેના સંકલ્‍પપત્ર''ની જાહેરાત કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ દ્વારા દ્વારકા ચિંતન શિબિર દરમ્યાન ''દ્વારકા ઘોષણા પત્ર''માં સમાવેશ થયેલ વિધાનસભા-૨૦૨૨ની ચુંટણીઓ માટે ''ખેડૂતો-પશુપાલકો માટેના સંકલ્‍પપત્ર''ની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ ઘોષણાપત્રની જાહેરાત કરી હતી. ઘોષણાપત્રમાં ખેડૂતોના ૩ લાખ સુધીના તમામ દેવા માફ, પશુપાલકોને ૧ લીટર દૂધદીઠ ૫ રૂપિયા સબસીડી, ખેત વીજ જોડાણનાં જોડાણ માટે વીજળી ફ્રી, વીજચોરી કેસો પાછા ખેંચવા, ભ્રષ્‍ટાચારી નવી જમીન માપણી રદ તથા નવેસરથી માપણી, સહકાર સંસ્‍થાઓમાંને ભાજપના એકાધિકારવાદમાંથી મુક્તિ, તમામ મોટા ગામોમાં કૃષિ સહાયક કેન્‍દ્રો, ખેત ઉત્‍પાદનને ટેકાના ભાવથી નીચેની ખરીદી ઉપર પ્રતિબંધ અને ખરીદી ઉપર બોનસ, કેનાલ સિંચાઈના દરોમાં ૫૦ટકાનો ઘટાડો સહિતના મુદ્દાઓનો સંકલ્‍પ પત્રમાં જાહેરાત કરી છે.

congress

આગામી વિધાનસભાની ચુંટણીઓ પછી આવનારી કોંગ્રેસ પક્ષની સરકાર માટેના નવા સંકલ્‍પપત્ર-ચુંટણી ઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતને કૃષિના ક્ષેત્રમાં દેશનું અવલ્‍લ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને ખેડૂતો માટેના મુદ્દાઓના મહત્વકાંક્ષી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉદ્યોગપતિઓનાં ૧૦ લાખ કરોડનાં દેવા માફ કરીને રેવડી વિતરણ કરનાર ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્‍યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્‍હીથી આવેલી ભાજપની ''બી ટીમ'' સાથે રેવડી કલ્‍ચરના નામે ''મીલી ઝુલી કુસ્‍તી'' ખેલી રહી છે. કોંગ્રેસે રજુ કરેલ ખેડૂતો માટેના ૧૩ મુદ્દાઓનો સંકલ્‍પપત્ર દેશના છતીસગઠ, રાજસ્‍થાન, કર્ણાટક, પંજાબ જેવા અનેક રાજ્યો અમલ કરી ચૂકયા છે. આ સંકલ્‍પ પત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબધ્‍ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલ ''દ્વારકા ઘોષણા પત્ર''નાં બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.

English summary
If the Congress comes to power in Gujarat, it will waive the debts of farmers up to three lakhs!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X