ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે-કોંગ્રેસ

ગુજરાતમાં વિવિધ કર્મચારી સંગઠનોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલનો કરી રહ્યા છે. પોતાની વિવિધ માંગણીઓ સંતોષવા માટે સરકાર સામે પડ્યાં છે.

ગુજરાતમાં વિવિધ કર્મચારી સંગઠનોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલનો કરી રહ્યા છે. પોતાની વિવિધ માંગણીઓ સંતોષવા માટે સરકાર સામે પડ્યાં છે. ત્યારે, તેમાં જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે, આ જુની પેન્શન યોજનાની માંગણીને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી વાયદામાં પણ જૂની પેન્શન યોજના કાયમી કરવાનો વાયદો આપ્યો છે. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતુ કે, રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવતાની સાથે જ જુની પેંશન યોજના લાગુ કરશે.

congress

રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જુની પેંશન યોજનાનો લાભ પોતાના રાજ્યના કર્મચારીઓને જો કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છતીસગઢ આપી શકે, ઝારખંડ જેવું અલ્પ વિકસિત રાજય આપી શકે તો ભાજપ શાસિત ગુજરાત સરકાર તેના વિકાસના પાયામાં રહેલાં કર્મચારીઓને કેમ આપે નહિ?

તાયફા અને બીન ઉપયોગી મેળાવડા કરીને પ્રજાના મહેનતનાં ટેક્ષના રૂપિયા વેડફી પોતાનો પ્રચાર કરનાર ગુજરાતની ભાજપ સરકાર ગુજરાત હાઇકોર્ટના આદેશ દ્વારા 2012 માં નાબૂદ કરેલ ફિક્સ પગાર પ્રથા ના વિરોધમાં સુપ્રીમમાં જાય અને ત્યાં એફિડેવિટ કરીને ગુજરાતની આર્થિક પરિસ્થિતિનું બહાનું આગળ ધરે એ સત્ય જનતાના ધ્યાને આવી ગયું છે. 2016 માં આખા ભારતમાં લાગુ પડેલ સાતમું પગાર પંચ નંબર 1 કહેવાતી ગુજરાત સરકારે સંપૂર્ણપણે અમલ કરેલ નથી. 6 વર્ષ પછી હજુ કર્મચારીઓને ભથ્થા 6ઠ્ઠા પગારપંચ મુજબ જ મળે છે. આઉટસોર્સીંગ થી ભરતી કરીને પોતાના ઓળખીતા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ આપીને સ્ટાફને કંટ્રોલ કરીને પોતાના તમામ કામો પોતાની મરજી મુજબ કરાવી લેવા એ આ સરકારનો હેતુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X