For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીજી પર શૉર્ટ ફિલ્મ બનાવીને જીતી શકો છો 2 લાખ રૂપિયા, ગુજરાત સરકારની ઘોષણા

મહાત્મા ગાંધીના જીવન પર એક કે મિનિટની શૉર્ટ ફિલ્મ બનાવીને તમે બે લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર જીતી શકો છો.

|
Google Oneindia Gujarati News

મહાત્મા ગાંધીના જીવન પર એક કે મિનિટની શૉર્ટ ફિલ્મ બનાવીને તમે બે લાખ રૂપિયા સુધીનો પુરસ્કાર જીતી શકો છો. આ ફિલ્મની વિવિધ શ્રેણીઓમાં બીજા ઘણા પુરસ્કારો પણ છે. ગુજરાતના સૂચના અને પ્રસારણ વિભાગે ફિલ્મ પ્રોડ્યુસરો તેમજ શાળા અને કોલેજોના છાત્રો માટે આ ઘોષણા કરી છે. ફિલ્મની ડિટેલ 25 ઓક્ટોબર સુધી જમા કરાવવાની રહેશે. લઘુ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી નહિ હોય. આવેદક મફતમાં લઘુ ફિલ્મ પ્રસ્તુત કરી શકશે. જો કે સ્કૂલ અને કોલેજના છાત્રોને પોતાની ડિટેલ આપવી પડશે.

રાજ્ય સરકાર દ્વારા પહેલી વાર આવુ આયોજન

રાજ્ય સરકાર દ્વારા પહેલી વાર આવુ આયોજન

ગાંધી ફિલ્મ સ્પર્ધાનુ પહેલુ પુરસ્કાર 2 લાખ, બીજો પુરસ્કાર એક લાખ અને ત્રીજો પુરસ્કાર 50 હજાર છે. દરેક શ્રેણીમાં 50 હજારના ત્રણ વિશેષ જ્યુરી પુરસ્કાર આપવામાં આવશે. ફિલ્મને 25 ઓક્ટોબર સુધી ગેરેન્ટી પત્ર સાથે મોકલવાની રહેશે. મહાત્મા ગાંધીની 150મી જયંતિની ઉજવણી રૂપે, સૂચના નિર્દેશાલયે ગાંધીના આદર્શો, વિચારોને મૂર્ત રૂપ આપવા માટે ‘ગાંધીજી' નામની એક લઘુ ફિલ્મ સ્પર્ધાનુ આયોજન કર્યુ છે. રાજ્ય સરકાર દ્વારા પહેલી વાર આવુ આયોજન કરવવામાં આવી રહ્યુ છે.

સમય

સમય

લઘુત્તમ 1 મિનિટ અને મહત્તમ 2 મિનિટ સુધી કુલ ચાર તબક્કા (1) પ્રોફેશનલ ફિલ્મ મેકર્સ (1) એમેચ્યોર ફિલ્મ મેકર્સ (1) સ્કૂલ-કોલેજ સ્ટુડન્ટ અને (3) સૂચના ખાતા પેનલ પર નિર્માતા આ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્કૂલ-કોલેજ છાત્ર શ્રેણીમાં ભાગ લેનાર છાત્રોએ પોતાના દ્વારા અધ્યયન કરાયેલ સ્કૂલ-કોલેજના સ્વ-પ્રમાણિત આધારે ઉપસ્થિત હોવાનુ રહેશે. લઘુ ફિલ્મનો સમય લઘુત્તમ 1 મિનિટ અને મહત્તમ 2 મિનિટ સુધી સીમિત છે. દરેક સ્પર્ધક એક જ ફિલ્મ રજૂ કરી શકશે.

આ પણ વાંચોઃ અમિત શાહની રાહુલ ગાંધીને ચેતવણી, ભારત માતાનો વિરોધ કરવાનુ સાહસ કર્યુ તો જેલ જશોઆ પણ વાંચોઃ અમિત શાહની રાહુલ ગાંધીને ચેતવણી, ભારત માતાનો વિરોધ કરવાનુ સાહસ કર્યુ તો જેલ જશો

ફિલ્મ MP4 સ્વરુપમાં રજૂ કરવાની રહેશે

ફિલ્મ MP4 સ્વરુપમાં રજૂ કરવાની રહેશે

ફિલ્મ નિર્માતા તેમજ સ્કૂલ-કોલેજના છાત્રોએ તેમની ફિલ્મ MP4 સ્વરુપમાં પ્રસ્તુત કરવાની રહેશે. ફિલ્મને નિર્ધારિત પ્રપત્ર, ગેરેન્ટી પત્ર સાથે ફિલ્મ નિર્માણ નિર્દેશકને પ્રસ્તુત કરવાનુ રહેશે. નિર્દિષ્ટ સમય બાદ ફિલ્મને સ્વીકારવામાં આવશે નહિ.

English summary
if you make short film on mahatma gandhi, you can win two lakh rupees award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X