For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Zomato એપ પરથી પિત્ઝા ઓર્ડર કર્યો હતો, રિફંડના નામે ગ્રાહકને 60,000નો ચૂનો લગાવ્યો

Zomato એપ પરથી પિત્ઝા ઓર્ડર કર્યો હતો, રિફંડના નામે ગ્રાહકને 60,000નો ચૂનો લગાવ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં એક શખ્સે ઓનલાઈન પિત્ઝા ઓર્ડર કરતાં છેતરપિંડીનો ભોગ બન્યો. એક અમદાવાદીએ ઝોમેટો એપ પરથી પિત્ઝા મંગાવ્યા હતા, જે ખરાબ નિકળ્યા હતા. ગ્રાહકે ઝોમેટોને ફોન કર્યો તો કોઈ રિસ્પોન્સ ન મળ્યો, થોડા સમય બાદ ઝોમેટોમાથી કોઈ શખ્સનો ફોન આવ્યો. ગ્રાહક પાસેથી આ શખ્સે સમગ્ર જાણકારી મેળવી. બાદમાં ગ્રાહકના ખાતામાંથી 60,000 રૂપિયા કાઢી લીધા. આ છેતરપિંડી ખરાબ ફૂડની રાશિ રિફંડ કરવાના બહાને કરવામાં આવી હતી. આ મામલે પીડિતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી. હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

zomato

સંવાદદાતા મુજબ થલતેજના સુરધારા બંગલોમાં રહેતા ઋષભ શાહ સાણંદમાં રેસ્ટોરાં ચલાવે છે. 6 દિવસ પહેલા ઋષભ શાહે ઝોમેટોથી બે પિત્ઝા મંગાવ્યા હતા. આ પિત્ઝા ખરાબ નિકળ્યા, તો તેણે ઝોમેટોની હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ પર તેને કોઈ રિસ્પોન્સ ન મળ્યો. જો કે થોડા સમય બાદ તેને એક ફોન કોલ આવ્યો. જેમાં સામેવાળી વ્યક્તિએ ખુદને ઝોમેટોનો કર્મચારી ગણાવ્યો. ત્યારે ઋષભે તેને પોતાના રિફંડની વાત કરી. ફોન કરનાર શખ્સે કહ્યું કે હું એક લિન્ક મોકલી રહ્યો છું, જેમાં તમારે તમારી ડિટેલ આપવી પડશે. ત્યારે ઋષભે માંગેલી તમામ જાણકારી આપી દીધી. જાણકારી મોકલ્યાના તરત બાદ ખાતામાંથી 5000 રૂપિયા નિકળી ગયા.

pizza

બે દિવસ બાદ તેને ફરી ફોન આવ્યો, જેમાં ઋષભને કહેવામાં આવ્યું કે 'હું એક મેસેજ મોકલું છે, તે મને 3 વખત મોકલો. ઋષભે આ મેસેજ ત્રણ વખતે મોકલતાં જ 6 ટ્રાન્ઝેક્શનમાં ઋષભના ખાતામાંથી 60,885 રૂપિયા ખાલી થઈ ગયા.'

પુષપેન્દ્ર એન્કાઉન્ટર કેસઃ તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડપુષપેન્દ્ર એન્કાઉન્ટર કેસઃ તેજ બહાદુર સહિત 40 પ્રદર્શનકારીઓની ધરપકડ

English summary
Impostor cheated a customer of zomato for 60,000 rupee on name of refund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X