For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 1.35 લોકોને સારવાર આપી, સરકારની એર અમ્બ્યુલન્સ પણ કાર્યરત

રાજ્યમાં 15 વર્ષ પુરા કરવા જઇ રહેલી 108 એમ્બ્યુલન્સે 1.35 કરોડ લોકોને આરોગ્યની સારવાર અપાવાનું અને જીવ બચાવાનું કામ કર્યુ છે. તેમજ 46 લાખ પ્રસૂતિ, 17 લાખ ઇમરજન્સી આરોગ્ય સેવા આપી છે. 12.46 લાખ લોકોને અત્યંત કટોકટીની પળોમ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં 15 વર્ષ પુરા કરવા જઇ રહેલી 108 એમ્બ્યુલન્સે 1.35 કરોડ લોકોને આરોગ્યની સારવાર અપાવાનું અને જીવ બચાવાનું કામ કર્યુ છે. તેમજ 46 લાખ પ્રસૂતિ, 17 લાખ ઇમરજન્સી આરોગ્ય સેવા આપી છે. 12.46 લાખ લોકોને અત્યંત કટોકટીની પળોમાં સાવરા આપવાનું કામ કર્યુ છે. 108 ઇ.એણ.ટી દ્વારા 76,565 મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ 42,545 મહિલાઓની સ્થળ પર જ પ્રસૂતિ કરાવી છે. રોડ અકસ્માતમાં 16 લાખ 46 હાજર લોકોને સારવાર આપવામાં આવી છે.

15 વર્ષ પહેલા 53 એમ્બ્યુલન્સથી સેવા શરૂ કરી

15 વર્ષ પહેલા 53 એમ્બ્યુલન્સથી સેવા શરૂ કરી


માત્ર ૫૩ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી ૧૦૮ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૨ બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે.

108 ની સેવા તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી

108 ની સેવા તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી

૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.. આગામી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ૧૦૮ સેવા ગુજરાતમાં ૧૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટીબધ્ધ છે. સાથે-સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે.

વેન્ટિલેટર સહિત તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજ્

વેન્ટિલેટર સહિત તમામ પ્રકારની આધુનિક સુવિધાથી સજ્

૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. ૧૦૮ સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ "ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર" પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

"૧૦૮ ગુજરાત" નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત

ટેકનોલોજીનાં માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા "૧૦૮ ગુજરાત" નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરવામાં આવી છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે.

English summary
In 15 years 108 ambulances treated 1.35 people, the government air ambulance also operated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X