ગુજરાતઃ લૉકડાઉન વચ્ચે PWDએ શરૂ કરી પોતાની પરિયોજનાઓ, 10 હજાર કરોડના પ્રોજેક્ટ ચાલુ
ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ કે સરકારની ઘોષણા બાદ પીડબ્લ્યુડીએ રાજ્યભરમાં પોતાની પરિયોજનાઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ કે સરકારની ઘોષણા બાદ પીડબ્લ્યુડીએ રાજ્યભરમાં પોતાની પરિયોજનાઓ શરૂ કરી દીધી છે. અહીં 300થી વધુ રસ્તાઓ તેમજ ભવન વિભાગના 9000થી 10000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે. એટલુ જ નહિ રાજધાની ગાંધીનગરથી અમદાવાદના મુખ્ય રસ્તાને 6-લેન ધોરીમાર્ગમાં બદલવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં 15મીથી ખુલ્લી રહેશે દુકાનો
આ ઉપરાંત અહીં સૌથી મોટા શહેર અમદાવાદની મહાનગર પાલિકા આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે હવે શાકભાજી-ફળ તેમજ અનાજની દુકાનો 15 મેથી ખુલ્લી રહેશે. આ ગયા સપ્તાહથી સંપૂર્ણ લૉકડાઉનમાં રહી રહેલા શહેરવાસીઓ માટે રાહતના સમાચાર છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કમિશ્નર મુકેશ કુમાર અને અધિકારીઓ હાજર રહ્યા. એપીએમસીના અધિકારી અને સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો. એ પણ જણાવવામાં આવ્યુ કે શુક્રવારથી શહેરમાં શાકભાજી, ફળ તેમજ અન્ય જરૂરી સામાન મળવા લાગશે. જ્યારે પાંચ જગ્યાઓએ હોલસેલમાં શાકભાજીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નરોડા ફ્રૂટ માર્કેટ પણ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સવારે 3થી 7 વાગ્યા સુધી શાકભાજી વેચી શકશે ખેડૂત
અમદાવાદના પરમિશનવાળા માર્કેટમાં સવારે ત્રણ વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી ખેડૂત પોતાની શાકભાજીને વાહનોના માધ્યમથી જેતલપુર સ્થિત માર્કેટમાં વેચી શકશે. ત્યારબાદ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી શાકભાજી ખરીદીને અમદાવાદ લાવી શકાશે. આ ઉપરાંત નરોડા સ્થિત ફ્રૂટ માર્કેટ પણ શરૂ કરવામાં આવશે. બેઠકમાં શાકભાજી તેમજ ફળો ઉપરાંત અનાજ જેવો જરૂરી સામાનની દુકાનો તેમજ ઘંટી પણ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ સુપર સ્પ્રેડરની તપાસ પર જોર આપવામાં આવ્યુ. મનપાના અધિકારીઓએ જણાવ્યુ કે લાખો લોકોની સ્ક્રીનંગ કરાવવામાં આવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
