મહીસાગર જિલ્લામાં દિવ્યાંગોને મતાધિકારો વિશે માહિતગાર કરાયા!

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મનીષ કુમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મહીસાગર દ્વારા કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારોને મતદાન કરવા બાબતે અને તેમના અધિકારો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.

voting rights

આ પ્રસંગે મહીસાગર ચુંટણી મામલતદાર ડી.જે.શાહ દ્વારા મતદાન અંગેની પ્રક્રિયા, મતદાર યાદીમાં નામ નોંધાવવા, આધારકાર્ડ લિંક કરવા અને PWDના ફ્લેગીંગની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગ મતદારો માટે મતદાન મથક પર કરવામાં આવતી અલાયદી વ્યવસ્થા અંગે પણ માહિતી આપી હતી અને સાથે સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.

આ દિવ્ચાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ચુંટણી સ્ટાફ સહિત લુણાવાડા, નાયબ મામલતદાર ધર્મેન્દ્ર સિસોદિયા નાયબ મામલતદાર પુવાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રેણુકા મેડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં દિવ્યાંગો ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X