હાર્દિક પટેલના મતે ‘2019 ના નેતા’ છે નીતિશકુમાર

Subscribe to Oneindia News

અખિલ ભારતીય પટેલ નવનિર્માણ સેના પ્રમુખ હાર્દિક પટેલ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને પટનામાં મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત એક મોટી ચળવળનું સૂચક માનવામાં આવે છે. હાર્દિકે નીતિશને '2019 ના નેતા' કહ્યા તો બીજી તરફ નીતિશકુમારે હાર્દિકની સાથે હોવાનુ આશ્વાસન આપીને ખેડૂત અને અનામત આંદોલનની ગતિશીલતા અંગે પ્રશ્નો પૂછ્યા હતા.

nitish-hardik

બંને નેતાઓનું ધ્યેય વિવિધ ગ્નાતિઓનું એકત્રીકરણ કરવાનું છે. નીતિશકુમારે આવતા મહિને સૌરાષ્ટ્રમાં યોજાનારી રેલીમાં જોડાવાનું હાર્દિકનું આમંત્રણ સ્વીકાર્યુ હતુ. તેઓ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની વિવિધ ગ્નાતિઓના અગ્રણી નેતાઓને પણ મળ્યા હતા. તેઓ આ બંને રાજ્યમાં મીટિંગ યોજવાનું પણ વિચારી રહ્યા છે. પક્ષે ચૂંટણી પહેલા નીતિશકુમાર અને હાર્દિકના એક મંચ પર આવવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.

English summary
In Nitish Kumar, Hardik Patel sees ‘the leader of 2019’
Please Wait while comments are loading...