For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી બે દિવસમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી શપથ લઈ શકે છે, મંત્રીમંડળમાં ફેરફાર થશે!

પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતમાં રાજનીતિનો પારો ચડેલો છે. એક તરફ ભાજપનું મૌવડીમંડળ ગુજરાત પહોંચ્યુ છે તો બીજી તરફ અટકળોનું બજાર ગરમ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતમાં રાજનીતિનો પારો ચડેલો છે. એક તરફ ભાજપનું મૌવડીમંડળ ગુજરાત પહોંચ્યુ છે તો બીજી તરફ અટકળોનું બજાર ગરમ છે. જો સુત્રોની માનિયે તો માત્ર વિજય રૂપાણી જ નહીં તેમની સાથે બીજા કેટલાક બીજા મંત્રીઓને પણ ઘર ભેગા કરવામાં આવી શકે છે. બીજી તરફ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી બે દિવસમાં નવા મુખ્યમંત્રીની શપથ વિધિ યોજાઈ શકે છે.

મંત્રીમંડળમાં પણ ફેરફાર થશે!

મંત્રીમંડળમાં પણ ફેરફાર થશે!

અટકળો લાગી રહી છે કે માત્ર મુખ્યમંત્રી જ નહીં મંત્રીમંડળમાંથી પણ કેટલાક નામોની બાદબાકી થઈ શકે છે. જુના મંત્રીઓમાંથી કેટલાકને ઘરભેગા કરીને નવા નામોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આવનારી ચૂંટણી માટે માટે જ્ઞાતિ સમીકરણો ગોઠવવામાં લાગેલુ ભાજપ હાઈકમાન્ડ મંત્રીમંડળમાં ફેરફાર કરે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ મંત્રીઓના ખાતાની ફેરબદલ પણ થઈ શકે છે.

ભાજપના સર્વે બાદ એક્શન

ભાજપના સર્વે બાદ એક્શન

મળતી વિગતો પ્રમાણે ભાજપ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં ભાજપને કોઈ સારા પરિણામ ન દેખાતા સમયસર સ્થિતી સાચવવા મુખ્યમંત્રીને ખુરશી પરથી ઉતાર્યા હોવાની પણ વાત ચર્ચાઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં વિસ્તાર અને જાતિ મુજબના સમીકરણો ગોઠવવા બધા ફેરફાર થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે.

ઉત્તર પ્રદેશ ફોર્મુલા અપનાવાઈ શકે છે

ઉત્તર પ્રદેશ ફોર્મુલા અપનાવાઈ શકે છે

ગુજરાતમાં પણ સમીકરણો સાચવવા માટે ઉત્તરપ્રદેશની જેમ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા અપનાવવામાં આવી શકે છે. સુત્રોનું માનીએ તો ગુજરાતમાં એક ઓબીસી અને એક અનુસુચિત જનજાતિના નેતાને નાયબ મુખ્યમંત્રી બનાવામાં આવી શકે છે. આ ઉપરાંત મુખ્યમંત્રીનો ચહેરો પણ ઓબીસી હોવાની સંભાવના છે.

English summary
In the next two days, the new Chief Minister of Gujarat can take oath, there will be a change in the cabinet too!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X