For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોટાઉદેપુર ખાતે એ.વી પટેલના હાથે કન્ઝ્યુમર કોર્ટનો શુભારંભ કોર્ટનો શુભારંભ

છોટાઉદેપુર જિલ્લાની રચના 2013 માં કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લામાં સેશન કોર્ટ સહિતની કોર્ટો શરૂ કરવામાં આવી હતી અને છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં સિવિલ કોર્ટ દીવાની કોર્ટ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે હવે કન્ઝ્યુમર કો

|
Google Oneindia Gujarati News

છોટાઉદેપુર જિલ્લાની રચના 2013 માં કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લામાં સેશન કોર્ટ સહિતની કોર્ટો શરૂ કરવામાં આવી હતી અને છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં સિવિલ કોર્ટ દીવાની કોર્ટ ની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે હવે કન્ઝ્યુમર કોર્ટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કોર્ટ નો પણ શુભારંભ થયો છે.

COURT

છોટાઉદેપુર ખાતે એસ એન કોલેજ ની બાજુમાં યાત્રીભવન બિલ્ડિંગમાં ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ આયોગ અમદાવાદ ના પ્રમુખ એ.વી પટેલ ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ વડોદરા ના પ્રમુખ શાહ તેમજ છોટાઉદેપુર કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુનશી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની જનતાને ઘર આંગણે ગ્રાહક કોર્ટની સુવિધા મળી રહે તે માટે છોટાઉદેપુર નગરપાલિકા એ બિલ્ડીંગની સુવિધા વિના મૂલ્ય ઉપલબ્ધ કરાવી છે.

છોટાઉદેપુર નગરપાલિકાએ પાલિકા હસ્તકનું યાત્રીભવન બિલ્ડીંગ ગ્રાહક કોર્ટ નું નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી વિનામૂલ્યે સુવિધા પૂરી પાડી છે .નગરપાલિકાએ બિલ્ડીંગનું રીનોવેશન કરી અધ્યતન સુવિધાઓ રંગ- રોગાન પણ નગરપાલિકાના ખર્ચે કરી આપ્યું છે.

ઉદ્ઘાટન પ્રસંગે છોટાઉદેપુર બાર એસોસિયેશનના પ્રમુખ સીએન જોશી સિનિયર વકીલ રમેશ પંચોલી , રીટા પંચોલી એમ.એસ મકરાણી તથા અધિવકતા.. ધારાશાસ્ત્રી ..વકીલો સર્વ રાજેન્દ્ર રાઠવા સુમન પરમાર, બાબુ રાઠવા દિપક રોહિત ભાવસિંહ રાઠવા સહિત સદગૃહસ્થ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Inauguration of District Consumer Disputes Redressal Commission
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X