Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇન્કમ ટેક્સની રેઇડ પાછળ કોંગ્રેસનું કાવતરું : ભાજપ

bjp-logo
અમદાવાદ, 7 નવેમ્બર : પ્રદેશ ભાજપાના વરિષ્ઠ પ્રવકતા સર્વ આઈકે જાડેજા અને વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં આવકવેરાના વ્યાપક દરોડાનું અભિયાન સંપૂર્ણપણે કોંગ્રેસ પ્રેરિત હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે અને જણાવ્યું છે કે વેપારીઓ, બિઝનેસ સંચાલકો અને કંપની સંચાલકો પાસેથી રીતસરના નાણાં પડાવવાનું આ કોંગ્રેસનું કાવતરૂં છે.

ગુજરાતમાં વેપારીઓને અને ઉદ્યોગકારોને જે રીતે રંજાડવામાં આવી રહયા છે તેવું ભૂતકાળમાં કયારેય બન્યું નથી, પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની સત્તાના જોરજૂલમથી આવકવેરાના દરોડા પાડીને પોતે નાણાં પડાવવાનું રીતસરનું ષડયંત્ર રચ્યું છે અને જે રીતે દિવાળીના તહેવારોમાં દરોડા પાડવા આવકવેરા વિભાગના ધાડાં ઉતરી આવ્યા છે.

આ પરિસ્થિતિએ ગુજરાતમાં રીતસરનું ભય અને ગભરાટનું વાતાવરણ સર્જી દીધું છે અને તેની પાછળની કોંગ્રેસની નાણાં ભેગા કરવાની બદનિયત છે, એટલું જ નહીં. વેપારી વર્ગને ધાકધમકીથી વશમાં લેવાના પેંતરા રચવામાં આવ્યા છે, એમ પ્રવકતાઓએ જણાવ્યું હતું.

ભાજપાના પ્રદેશ પ્રવકતાઓએ ભૂતકાળમાં ગુજરાતમાં કયારેય ઇન્કમટેક્ષના દરોડા રાજકીય વેરવૃત્તિ અને દ્વેષભાવથી પાડવામાં આવ્યા નથી તે અંગે ભારપૂર્વક જણાવતા ઉમેર્યું હતું કે કોંગ્રેસ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તથા નાના બિઝનેસમેનો ઉપર ધાકધમકી અને રાજકીય દબાણથી કોંગ્રેસનું સમર્થન મેળવવા હવાતીયા મારી રહી છે.

ભાજપા પ્રવકતાઓએ વેપારીઓને અને જનતાને રંજાડતા આવકવેરાના દરોડા પાછળની કોંગ્રેસની બદનિયત ખૂલ્લી પાડતા એવી ચેતવણી આપી છે કે ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં કોંગ્રેસના દોરી સંચારથી આવકવેરાના દરોડા તાત્કાલિક અસરથી બંધ નહી થાય તો ગુજરાતની જનતાનો મિજાજ વિફરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X