For Quick Alerts
For Daily Alerts
માણેકચોકમાં આઇટીના સર્ચ ઓપરેશનથી જવેલર્સમાં ફફડાટ
અમદાવાદમાં માણેકચોકનું સોના ચાંદીનું બજાર મુખ્ય ગણાય છે. આજે સવારથી ઇન્કમ ટેક્સ વિભાગે માણેકચોકના સોના ચાંદી બજારમાં આઇટીએ સર્ચ ઓપરેશન હાથ ધરતા સોના ચાંદીની દુકાનો ધરાવતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છેકે નોટબંધી બાદ ઘણા લોકોએ રાતોરાત સોનું ખરીદ્યું હતું અને સોના ચાંદીના વેપારીઓએ જૂની નોટો લઇને સોનું વેચ્યું હતું. હવે આવક વેરા વિભાગે આ દિશામાં તપાસ ધરતા વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.