• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીને યમરાજ કહેનારાને ભારત દેશ જવાબ આપશે : રાજનાથ સિંહ

|
narendra-modi-rajnath-singh
અમદાવાદ, 6 એપ્રિલ : આજે ભારતીય જનતા પાર્ટીના 33મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં પાર્ટીના કર્યકર્તાઓનું મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશના હોદ્દેદારો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સ્ૃતિ ઇરાની, ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ પુરસોત્તમ રૂપાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આર સી ફળદુની પુન:વરણી થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજનાથ સિંહનું પણ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગને અનુરૂપ આર સી ફળદુએ પક્ષની કામગીરીની રૂપરેખા આપી હતી અને આટલા વર્ષોની વિકાસયાત્રામાં ભાજપે કેવી સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તે અંગે કાર્યકરોને જણાવી પ્રોત્સાહિત કર્યા હતા.

મહાસંમેલનમાં ગુજરાતના જોન મુજબના પ્રધાનોએ પણ રાજનાથ સિંહને સ્મૃતિ ચિહ્ન અને ફૂલના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ મહાનુભાવોનું સન્માન પાઘડી પહેરાવીને પણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહનું પ્રવચન

ભારતના યશસ્વી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું મસ્તક સમગ્ર વિશ્વમાં ઊંચું કર્યું છે. આપ્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોએ પણ ભાજપના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હું કોંગ્રેસ છેડીને ભાજપમાં જોડાયેલા નરહરિભાઇ અમીન અને વિઠ્ઠલભાઇ રાદડિયાને પણ અભિનંદન અને સ્વાગત કરું છું. હું મારું શિશ નમાવીને સૌનું અભિનંદન અને સ્વાગત તરું છું.

અત્યારે હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય નેતા કોઇ છે તો તે નરેન્દ્ર મોદી છે. આથી મને જ્યારે મારા વિચારો અંતમાં વ્યક્ત કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મેમ કહ્યું કે હું પહેલા વ્યક્ત કરીશ પછી નરેન્દ્ર મોદી પોતાના વિચારો વ્યક્ત કરશે.

હું આ સ્ટેડિયમનું નામ જેમના નામ પરથી પડ્યું છે તે સરદાર પટેલ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરીને નમન કરું છું. ગાંધીજીની આંખોમાં સ્વપ્ન હશે કે જ્યારે ભારત માતાને આઝાદી મળશે ત્યારે આખી દુનિયામાં તેનું નામ હશે. પણ આજે તેમનું સ્વપ્ન પુરું થયું લાગતું નથી. હું ભાજપ અધ્યક્ષ તરીકે વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપનું નામ ભલે કોંગ્રેસે રાખ્યું પણ આપના સ્વપ્નને ભાજપ જ પુરું કરશે. આપની ગુજરાતની ધરતીમાં જન્મેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો સર્વાંગી વિકાસ કર્યો છે.

હું પ્રસંશા કરીશ તો લોકો કહેશે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરેકે રાજનાથ સિંહ તો નરેન્દ્ર મોદીની પ્રસંશા કરશે જ. પણ આજે વિશ્વએ પણ સ્વીકાર્યું છે. અમારા રાજકીય પ્રતિસ્પર્ધીઓ પણ તેમની પ્રસંશા કરવામાં આવી છે. જો રાજીવ ગાંધી ફાઉન્ડેશને તેમની પ્રસંશા કરી હોય તો બીજા લોકો કેવી રીતે પોતાને રોકી શકે. એક વર્ષ પહેલાની યુએસ કાઉન્સિલની રિપોર્ટ જોવામાં આવે તો તેમાં કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી બિનભ્રષ્ટાચારી મુખ્યમંત્રી છે. આવા મુખ્યમંત્રીને મોતના સોદાગર કહેવામાં આવે છે. મોતના સોદાગર કહેનારાઓને આપ લોકોએ જ જવાબ આપ્યો છે.

હવે એ લોકો કહે છે કે ગુજરાતના મુખ્યમંત્રી યમરાજ છે. મોતના સોદાગરનો સબક તમે શીખ્યો હતો. હવે યમરાજ કહેનારાઓને ભારતની જનતા સબક શીખવશે. આઝાદ ભારતના 65 વર્ષના કાર્યકાળમાં કોંગ્રેસની એકહથ્થુ સરકાર રહી છે. વિશ્વના નાના દેશોને હું જાણું છું જેમણે ભારતની સાથે જ આઝાદી મેળવી હતી છતાં તેઓ અમીર દેશો કહેવાય છે અને ભારત ગરીબ દેશ કહેવાય છે. આ લોકોને થઇ શું ગયું છે?

એક યુવરાજ છે. તેણે કહ્યું છે કે કોઇ એવું નથી કે કોઇ ઘોડા પર બેસીને આવશે અને દેશની કિસ્મત બદલશે. હું એમને કહેવા માંગું છું કે પ્રાણીઓ પર બેસીને આપની પાર્ટીના લોકો આવી શકે છે. અમારી પાર્ટીના લોકો દેશની જનતાની સમસ્યાઓ જોઇને આવશે.

વિચિત્ર વાત એ છે કે આટલા વર્ષોમાં તેઓ વિકાસની ખોટી વાતો કરતા રહ્યા. તેઓ સુધારા અને વિકાસની વાતો કરે છે પણ દેશમાં ખેડૂતો શા માટે આત્મહત્યા કરો છે. દેશમાં બેરોજગારી અને ગરીબી વધારી છે. તેઓ કહે છે કે અમને સત્તામાં લાવો અમે ગરીબી બેરોજગારી દૂર કરીશું. હવે તેઓ સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરે છે. આર્થિક સુધારાઓની વાત કરે છે. ભાજપના લોકો ખભેથી ખભો મિલાવીને ચાલનારા લોકો છીએ. સત્તાનું વિકેન્દ્રીકરણ કોઇ કરી શકે છે અને અધિકાર રાજ્યોને આપશે તો તે ભાજપ જ કરી શકે એમ છે.

અનેક મુદ્દાઓ વર્તમાન સરકારે દેશની સમક્ષ ઉભા કર્યા છે. પાકિસ્તાનની સેના આપણા દેશની સેનાના જવાનોના માથા ધડથી અલગ કરી જાય છે. આપણી સરકાર બેસી રહી છે. હું પુછવા માંગુ છું કે પાકિસ્તાને આવી ઘટનાઓ રોકવાનું વચન આપ્યું છે. આપણી સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે આનો વિરોધ નોંધાવો જોઇએ. પણ આપણી સરકારએ આમ કર્યું નથી. પાડોશી દેસ સાથે સારા સંબંધો હોવા જોઇએ એ હું પણ માનુ છું પણ તે જ્યાં સુધી આતંકવાદ ના રોકે ત્યાં સુધી તેની સાથે વાતચીત કરવી યોગ્ય નથી.

ઇટાલીના નાવિકો અહીં આવે છે. આપણા માછીમારોની હત્યા કરીને ચાલ્યા જાય છે. આપણે અદાલતમાં તેમના પર કેસ ચાલે છે. ત્યારે તેઓ ઇટલી જવાની પરવાનગી માંગે છે. તમે તેમને ઇટલી મોકલો છો. તેમને પાછા મોકલવા ઇટાલી શરતો મૂકે છે. આવી સ્થિતિ અને કૂટનીતિ ભારતની થઇ છે.

હું આ પ્રસંગે એટલું જ કહેવા માંગુ છું કે આજે દેશમાં કોઇ રાષ્ટ્રીય પાર્ટીએ દેશમાં કોંગ્રેસ જેટલું કદ કરવામાં સફળતા મેળવી છે તો તે માત્ર ભાજપ છે. તેણે સાયન્સ ટેકનોલોજીમાં પણ પ્રગતિને સમર્થન આપ્યું છે. આપને નિવેદન છે કે લોકસભા ચૂંટણી 2014માં ભાજપનું સમર્થન કરજો.

English summary
India will give answer to them who told Modi Yamraj : Rajnath singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more