For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દરિયામાં સ્થપાશે ભારતને પહેલો વિન્ડ પાવર પ્લાન્ટ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 ઓક્ટોબરઃ વિકાસ મોડલ તરીકે દેશભરમાં જાણીતા બનેલું ગુજરાત અન્ય એક સિદ્ધિ અને સાહસ પોતાના નામે કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાત પાસે દેશનો સૌથી મોટો દરિયા કાંઠો છે અને આ દરિયા કાંઠે રાજ્યમાં દેશનો પ્રથમ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે, જે 100 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરશે. આ અંગે થોડા સમય પહેલા નવી દિલ્હી ખાતે કેન્દ્રિય વીજ કંપનીઓ એનટીપીસી, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, પાવર ગ્રીડ કોર્પોરેશન, ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એન્જસી, ગુજરાત પાવર કોર્પોરેશન, કેન્દ્ર સરકારના અક્ષય ઉર્જા સ્ત્રોત મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી વિગેરે વચ્ચે એક એમઓયુ કરવામાં આવ્યો હતો.

આ અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અંગે ઓફશોર વિન્ડ પાવર માટે કેન્દ્રિય અને મધ્ય ગુજરાત વીજ કંપની વચ્ચે સંયુક્ત સાહસનું નિર્માણ કરવામાં આવનારું છે. આ કંપનીઓ ગુજરાતના કયા બંદરે અને કેટલા અંતરે વિન્ડ પાવર માટે સ્થળ પસંદ કરવુ, પર્યાવરણની અસર, દરિયાઇ સંપત્તિ વિગેરે પર ખાસ સંશોધન હાથ ધરવામાં આવનારું છે, આ સંશોધન બાદ વિન્ડ પાવર પ્લાન્ટ માટે એક ચોક્કસ અને ઉપયોગી સ્થળની પસંદગી કરવામાં આવશે. આ અંગે વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- ગુજરાતીનો કમાલ, બનાવ્યું અનોખું સફાઇ મશીન

૧૫મી નવેમ્બરે થઇ શકે છે ઉદ્ઘાટન

૧૫મી નવેમ્બરે થઇ શકે છે ઉદ્ઘાટન

આ યોજના અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ એક પાઇલોટ પ્રોજેક્ટ છે, જેનો એક શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરવામાં આવનારો છે, જેમાં એ વાતની ખાતરી કરવામાં આવશે કે દરિયામાંથી વિજળી ઉત્પન્ન કરવી એ આર્થિક રીતે શક્ય છેકે નહીં, જો તેના પરિણામો સાકારત્મક આવશે તો જાપાનની કેવાયબી કંપનીના આ પ્લાન્ટનું 15મી નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે.

સરકારનું સંયુક્ત સાહસ

સરકારનું સંયુક્ત સાહસ

આ પ્રોજેક્ટને મેનેજ કરવા અને ડેવલોપ કરવા માટે સરકારે જોઇન્ટ વેન્ચર કંપની સ્થાપિત કરી છે. તેને મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી, નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી અને અન્ય ક્લીન પાવર પર કામ કરતી સંસ્થાઓનું પીઠબળ મળશે. સરકાર દ્વારા સર્વે અને સંશોધન કરવા માટે સબ્સિડી પૂરી પાડવામાં આવશે. જે સારું લોકેશન નવા એનર્જી પ્રોજેક્ટ માટે શોધવાનું કામ કરશે.

100 મેગાવોટની કેપેસિટી

100 મેગાવોટની કેપેસિટી

આ નવો પ્રોજેક્ટ અંદાજે 100 મેગાવોટની કેપેસિટી ધરાવતો હશે તેવું જાણવા મળ્યું છે. ઓનશોર વિન્ડ કેપેસિટીથી દેશને 22 ગીગાવોટ્સ એનર્જી મળી રહી છે, પરંતુ સૌથી વધુ પોટેન્શિયલ ઓફશોર વિન્ડ એનર્જી છે. દરિયા કાંઠે આ પ્રોજેક્ટનું નિર્માણ કરવાનું હોવાથી ભારતનો ક્લીન એનર્જી હેતુ ઝડપભેર હાંસલ થશે.

ભારત બની શકે છે આકર્ષક વિન્ડ એનર્જી માર્કેટ

ભારત બની શકે છે આકર્ષક વિન્ડ એનર્જી માર્કેટ

ભારત સરકાર દ્વારા ડ્રાફ્ટ નેશનલ ઓફશોર વિન્ડ એનર્જી પોલિસી તૈયાર કરી રહ્યું છે, જેને લઇને ભારત ટૂંક સમયની અંદર વિશ્વનું સૌથી વધુ આકર્ષક વિન્ડ એનર્જી માર્કેટ બની શકે છે.

English summary
India's first offshore wind power plant to come up in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X