For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India TV Exit Poll : ઇન્ડિયા ટીવીએ જાહેર કર્યો એક્ઝિટ પોલ, જાણો કોને મળશે કેટલી સીટ

India TV Exit Poll : ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે સૌની નજર એક્ઝિટ પોલ પર ઠરેલી છે. આ પહેલા ન્યૂઝ ચેનલોએ રાજ્યમાં સર્વે કર્યા બાદ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

India TV Exit Poll : ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. હવે સૌની નજર એક્ઝિટ પોલ પર ઠરેલી છે. આ પહેલા ન્યૂઝ ચેનલોએ રાજ્યમાં સર્વે કર્યા બાદ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. તો આપણે ઇન્ડિયા ટીવી તરફથી જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ વિશે જાણીશું. આ એક્ઝિટ પોલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કઇ પાર્ટીને કેટલી બેઠક મળે છે તે વિશે ચર્ચા કરીશું.

India TV Exit Poll

ઈન્ડિયા ટીવીએ જાહેર કરેલા એક્ઝિટ પોલ મુજબ હિમાચલમાં ભાજપ સરકાર ફરી એકવાર વાપસી કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં એક્ઝિટ પોલ મુજબ ભાજપને 35-40, કોંગ્રેસને 26-31, આમ આદમી પાર્ટીને શૂન્ય અને અન્ય પક્ષોને 0-3 બેઠકો મળશે તેવી આગાહી કરાઇ છે. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગેના એક્ઝિટ પોલના પરિણામો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

2017માં કોને મળી કેટલી સીટો?

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં સરકાર બનાવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીને કારણે સમીકરણો બદલાઇ ગયા છે.

બંને રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ ઘણી એજન્સીઓએ ચૂંટણીના પરિણામો સચોટ આવે તે પહેલા સર્વેના તારણો સ્વીકારી લીધા છે. બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં જ સ્પર્ધા ત્રિકોણીય બની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 182 વિધાનસભા સીટો છે, જેમાંથી ભાજપે 2017માં 99 સીટો જીતી હતી. જ્યારે હિમાચલમાં 68 વિધાનસભા બેઠકો છે. અહીં 2017માં ભાજપે 44 સીટો જીતી હતી, જ્યારે 21 સીટો કોંગ્રેસને મળી હતી.

English summary
India TV Exit Poll: India TV announced the exit poll, know who will get how many seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X