ગુજરાતના ખેડૂતો પર માવઠાનું જોખમ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના વાતાવરણમાં વહેલી સવારથી અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડતા શિયાળુ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.

આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ સવારના સમયે ઓફિસ જતા નોકરિયાત વર્ગને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

હવામાન વિભાગે (IMD) આગામી ત્રણ કલાક માટે રાજ્યના છ જિલ્લાઓમાં ગંભીર આગાહી કરી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે.

અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા સહિત વડોદરામાં વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં પણ માવઠું પડવાની પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને સુરતમાં પણ વરસાદની વકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડી શકે છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડામાં માવઠું પડતા ખેતીને નુકસાનની ભીતિ છે. ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારો અને કુડાસણમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે જે ચિંતાજનક છે.

છોટાઉદેપુરમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિથી બાગાયતી ખેડૂતો મુશ્કેલીમાં છે. અમદાવાદના એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદી છાંટા પડ્યા હતા.

ભરૂચના અંકલેશ્વર અને આસપાસના પંથકમાં માવઠાના કારણે ખેતીના પાક પર જોખમ વધ્યું છે. ઉનાળાની શરૂઆત પહેલા જ વાતાવરણમાં આવેલા આ બદલાવથી લોકોમાં પણ આશ્ચર્ય છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન દેશના 11 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં તેજ પવન સાથે વરસાદ અને ગાજવીજ થવાની પણ આશંકા છે.

કેટલાક સ્થળોએ 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી હવામાન વિભાગની ચેતવણી છે. ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે વિશેષ સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે.

હિમાચલ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ વરસાદી માહોલ સર્જાશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X