ગુજરાતમાં વાતાવરણ ફરી પલટાશે, આવી ગઈ તાજી આગાહી
ગુજરાત સહિત દેશભરના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડી ઘટતા બેવડી ઋતુનો અનુભવ થાય છે. હવામાન વિભાગ મુજબ, આગામી સાત દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. હાલ મિશ્ર વાતાવરણમાં ગરમી વધી રહી છે, અને આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે. આ મિશ્ર વાતાવરણ સ્વાસ્થ્ય માટે પણ પડકારરૂપ બની શકે છે, જ્યાં વાયરલ બીમારીઓનું પ્રમાણ વધવાની આશંકા છે. હવામાન વિભાગે કોઈ ત્વરિત મોટા ફેરફારની સંભાવના નકારી છે.
આગામી સમયમાં બે પશ્ચિમી વિક્ષેપો મેદાની વિસ્તારોમાં પહોંચશે, જે ઉત્તરના રાજ્યોને અસર કરશે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં ધુમ્મસ અને ઠંડા પવનોનો અનુભવ થઈ શકે છે. દિલ્હી-NCRમાં આંશિક વાદળછાયું વાતાવરણ અને સપાટી પર તેજ પવન ફૂંકાવાની શક્યતા છે, જ્યારે ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે ઉત્તર ભારત માટે આગામી દિવસો પડકારજનક હોઈ શકે છે, ખાસ કરીને સવાર-રાત્રિના સમયે વધુ સાવચેતી રાખવી પડશે. આ બે પશ્ચિમી વિક્ષેપોથી ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ પરના દાહોદ, પંચમહાલ અને નર્મદા જેવા જિલ્લાઓ પણ પ્રભાવિત થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
વધુમાં, અંબાલાલ પટેલે 20 ફેબ્રુઆરી પછી ગુજરાતમાંથી શિયાળાની વિદાયની પણ આગાહી કરી છે. નોંધનીય છે કે, ગુજરાત પાસે લાંબો દરિયાકિનારો હોવાથી, દરિયાઈ ગતિવિધિઓ રાજ્યના આશરે 10 જિલ્લાના હવામાનને અસર કરી રહી છે. આ પરિબળો વાતાવરણના બદલાવમાં મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
