કોસ્ટગાર્ડે જખૌ નજીક દરિયામાંથી 11 પાકિસ્તાની માછીમાર ઝડપ્યા
બુધવારે ભારતીય કોસ્ટ ગાર્ડે કચ્છના જાખો કિનારે ભારતીય દરિયાઈ સીમા નજીકથી 'અલ વાલી' નામની બોટમાં સવાર 11 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા.

આ તમામને જખૌ બંદરે લાવીને તપાસ શરૂ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ મુજબ, ઝડપાયેલામાંથી એક સગીર છે. વધુ તપાસ માટે અટકાયતીઓને જાખો મરીન પોલીસને સોંપવામાં આવશે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, "10 ડિસેમ્બર, 2025 ના રોજ એક ઝડપી અને સંકલિત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે કાર્યરત પાકિસ્તાની માછીમારી બોટને 11 ક્રૂ સભ્યો સાથે અટકાવી અને પકડી પાડી.
આ નિર્ણાયક પગલું ICG ની અડગ સતર્કતા અને ભારતના દરિયાઈ મોરચાનું રક્ષણ કરવા તેમજ MZI માં આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાને જાળવી રાખવાના દ્રઢ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. અવિરત દેખરેખ અને સક્રિય કામગીરી દરિયાઈ સુરક્ષા વ્યૂહરચનાનો આધારસ્તંભ છે.












Click it and Unblock the Notifications
