For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ વર્ષ પછી પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયો ભારતીય એન્જીનિયર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jail
વડોદરા, 26 ઑક્ટોબર: પિતાના અવસાનના કારણે હેરાન થઇને સોફ્ટવેર એન્જીનિયર ભાવેશ પરમાર પાંચ વર્ષ પહેલાં મુંબઇ સ્થિત પોતાના ઘરેથી ભાગી ગયો હતો. ભૂલથી તે સમજૌતા એક્સપ્રેસમાં બેસીને તે પાકિસ્તાન પહોંચી ગયો હતો, જ્યાં તેની ધરપકડ કરીને કોટ લખપત જેલમાં મોકલવામાં આવ્યો હતો. ભાવેશ પરમાર જેલમાંથી છુટીને પોતાની માતૃભૂમિમાં પહોંચ્યો છે. તેને મુક્ત કરાવવા માટે વલખા મારી રહેલી તેની માતા હંસાબેન તેને જોઇએ રડવા લાગી હતી. ગુમ થયેલા પોતાના પુત્રને પરત મેળવતાં અભિભૂત બનેલી માતાએ જણાવ્યું હતું કે 2004માં ભાવેશ પિતાનું કેન્સરના કારણે અવસાન થયું હતું.

પિતાની સારવાર માટે મુંબઇની એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં સોફ્ટવેર એન્જીનિયરના પદે નોકરી કરી રહેલા ભાવેશ અધિકારીઓ પાસે રજા માંગી હતી પરંતુ તેને આપવામાં આવી ન હતી. જેથી તેને રાજીનામું આપી દિધું હતું. પિતાના અવસાન બાદ તે પરેશાન થઇ ગયો હતો. હંસાબેન રોજગારની શોધમાં તે થોડા સમય માટે બહાર ગયા હતા. થોડાં દિવસો પછી પડોશીઓએ જણાવ્યું હતું કે ભાવેશ ક્યાંક જતો રહ્યો છે. ભાવેશની માતા ઘરે પાછી ફરી અને પુત્રની શોધ આદરી હતી પરંતુ તે મળ્યો ન હતો.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા એક કેદી રામ રાજીના દ્રારા ભાવેશે તેની માતાને પત્ર મોકલ્યો હતો. હંસાબેને તાત્કાલીક મુંબઇના ધારાસભ્ય કૃષ્ણા હેગડે અને સાંસદ પ્રિયા દત્તા સાથે વાતચીત કરી. બંનેને વિદેશ મંત્રી એમ કૃષ્ણા અને વિદેશ રાજ્ય મંત્રી પરનીત કૌર સાથે વાતચીત કરી પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધ્યો. દસ મહિનાના પ્રયત્ન બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભાવેશને 25 ઑક્ટોબરે મુક્ત કરવામાં આવશે. તો બીજી તરફ ભાવેશે જણાવ્યું છે કે તે પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યો તેને યાદ નથી.

English summary
Bhavesh Parmar who reportedly crossed over to Pakistan inadvertently in 2006 after boarding the Samjhauta Express, was on Thursday repatriated to India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X