મનસુખભાઈ માંડવિયાનો 'બજેટ ફોર ન્યૂ ઈન્ડિયા' પર આપી માહિતી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

મનસુખભાઈ માંડવિયાએ સાંજે 5 વાગ્યે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન હૉલ ખાતે 'બજેટ ફોર ન્યૂ ઈન્ડિયા' પર પ્રવચન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા રવિવારે રાજકોટની મુલાકાતે હતા. તેમણે સાંજે 4 વાગ્યે નેશનલ હાઈવે 27 પર 'હાઈવે નેસ્ટ' નું લોકાર્પણ કર્યું હતું. આ હાઈવે નેસ્ટ હાઈવે પર સાપર નજીક પારડી ગામે શરૂ કરવામાં આવ્યું છે, જેના પગલે હવે હાઈવે પરના મુસાફરોને રહેવા માટેની સુવિધા મળી રહેશે.

mansukh mandaviya

ઉપરાંત મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સાંજે 5 વાગ્યે રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન હૉલ ખાતે 'બજેટ ફોર ન્યૂ ઈન્ડિયા' પર પ્રવચન આપ્યું હતું. રાજકોટનાં વિવિધ ૧૦ જેટલા વેપારી મંડળો દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજીત "બજેટ ફોર ન્યુ ઈન્ડિયા" સેમિનારમાં ભાગ લઈ વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ કઈ રીતે નવા ભારતનું સર્જન કરશે તે અંગે મંત્રીશ્રીએ પોતાના વિચારો પ્રગટ કર્યા.

મનસુખભાઈ માંડવિયાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 'નવું ભારત (ન્યુ ઇન્ડિયા) - આ એ સ્વપ્ન છે જેમાં દેશનાં તમામ નાગરિકોને અમીર ગરીબનાં ભેદ વગર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય, તેથી જ કેન્દ્ર સરકારના 2018-19નાં બજેટમાં દેશનું જીવનધોરણ સુધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરેલ છે. આ માટે ગ્રામ્યક્ષેત્ર અને આરોગ્યક્ષેત્ર પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે. ₹21.47 લાખ કરોડના કુલ વાર્ષિક ખર્ચના અંદાજ સામે ₹14.50 લાખ કરોડનો ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં કરાશે જેથી ગ્રામ્ય અર્થતંત્રને વેગ મળશે સાથે આ ખરીદશક્તિ વધતા શહેરી વેપારમાં વધારો થશે.'

તેમણે આયુષ્યમાન યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, 'વધુમાં ભારત સરકાર દેશનાં ૫૦ કરોડ ગરીબ લોકોને બહેતર સ્વાસ્થ્ય સુરક્ષા આપવા “આયુષ્યમાન ભારત” સ્કીમ લાવેલ છે. જેના થકી લોકાને આરોગ્ય સુરક્ષા મળશે અને સ્વસ્થ ભારતનું નિર્માણ શકય બનશે.બજેટમાં MSME ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે. ₹250 કરોડ સુધીનું ટર્નોવર ધરાવતી કંપની પરનાં વેરાનો દર 30% થી ઘટાડી 25% કરવામાં આવેલ છે. ₹2 કરોડ સુધીનું ટર્નોવર ધરાવનાર વેપારી જો તમામ બેંક વ્યવહાર ડીજીટલ કરે તો વેરો 8%નાં બદલે 6% લાગું પડશે. સબસીડી વગેરે સહાય આપવા ₹3794 કરોડની જોગવાઈ કરેલ છે. આમ, MSMEનાં વિકાસ દ્વારા “મેક ઇન ઇન્ડિયા” નું સ્વપ્ન સાકાર કરવું એ સરકારની પ્રાથમિકતા છે.'

વધુમાં મનસુખભાઈએ એવું પણ ઉમેર્યું હતું કે, બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઐતિહાસિક ફાળવણી કરવામાં આવેલ છે. વર્ષ 2013-14માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ માટે 1.81 લાખ કરોડની ફાળવણી કરેલ જેની સામે આ બજેટમાં રૂપિયા .97 લાખ કરોડની ફાળવણી કરેલ

છે. વર્ષ 2020 સુધીમાં દેશમાં જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાના ધ્યેય સાથે સરકાર કામ કરી રહેલ છે.આમ ગરીબ, ગામડું, કૃષિ, રોજગાર અને કારીગરો વગેરેને તકો આપતું આ બજેટ સર્વગ્રાહી બજેટ છે.

English summary
Information on Mansukhbhai Mandviya Budget for New India

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.