આતંકની આહટ મળતા જ ગુજરાતની સુરક્ષા અભેદ્ય બનાવાઈ
પુલવામા હુમલા બાદ દેશમાં ગુજરાત, દિલ્લીને પણ આતંકના નિશાન બનાવવાના ઈનપુટ્સ મળવા પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે.
પુલવામા હુમલા બાદ દેશમાં ગુજરાત, દિલ્લીને પણ આતંકના નિશાન બનાવવાના ઈનપુટ્સ મળવા પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના 1600 કિલોમીટરના વિસ્તારમાં સ્થિત દરિયાઈ સીમાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એટલુ જ નહિ આ કિનારાઓ પર સ્થિત સુપ્રસિદ્ધ સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે.

સમુદ્રની સુરક્ષા વધારાઈ
ભારતીય જળ સીમાઓમાંથી આતંકીઓનો પ્રવેશ રોકવા માટે મરીન પોલિસ, કોસ્ટગાર્ડી, હાર્બર મરીન પોલિસ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે અને કોઈ પણ પ્રકારની ઘટનાઓને રોકવા માટે સમુદ્રમાં સઘન સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમને કોઈ પણ શંકાસ્પદ હરકત વિશે તરત જ પોલિસને જાણકારી આપવાની સૂચના આપવામાં આવી છે.

દ્વારકા, સોમનાથ મંદિર વિસ્તારમાં એલર્ટ
ગિર સોમનાથ જિલ્લાની સમુદ્ર સીમાઓ સાથે સોમનાથ મંદિરમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલિસ દ્વારા પણ દરિયાઈ સીમાઓ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. સમુદ્રી વિસ્તારમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલિસ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. પહેલા પણ જગત મંદિર દ્વારકા પર હુમલો થઈ ચૂક્યો છે. જેના કારણે અહીં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

કચ્છ-ભૂજ નજીક શંકાસ્પદ ચાઈનીઝ કબૂતર
પાકિસ્તાનની નજીકની કચ્છ-ભૂજ સીમા અને જામનગરમાં પણ કડક સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન કચ્છ-ભૂજની નજીક શંકાસ્પદ ચાઈનીઝ કબૂતર મળી આવ્યુ છે. આ કબૂતર વિશે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ સહિત એસઓજી દ્વારા નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. આ મામલાની તપાસમાં પણ ગોપનીય જાણકારી સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
