For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડાયમંડ બ્રુર્સ કાર્યરત કરાશે

|
Google Oneindia Gujarati News

સૂરત, 27 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી આંનદીબેન પટેલ ગુરુવારે શહેરીક્ષેત્ર શાળા પ્રવેશોત્સ‍વ કાર્યક્રમની તેમની સૂરતની મુલાકાત બાદ બપોરે સૂરત જિલ્લા અને શહેરી વિસ્તારના પદાધિકારીઓની રજુઆતો સાંભળી હતી.

આ દરમિયાન તેમણે જનહિતને સ્પર્શતા પ્રશ્નો-સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમિક્ષા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન મુખ્યીમંત્રીને સરકીટ હાઉસ ખાતે સૂરત ડાયમંડ બુર્સ કમિટીના સદસ્યો મળ્યા હતા.

આ સભ્યોએ પાતોની મુલાકાતમાં સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડાયમંડ બ્રુર્સ કાર્યરત કરવાના પ્રોજેકટની ચર્ચા કરી હતી. આ માટે સત્વરે જમીનની ફાળવણી થાય તેવી રજુઆત સંદર્ભે મુખ્યીમંત્રીએ સકારાત્મક અભિગમ દાખવવાની હૈયાધારણા આપી હતી.

diamond

મુખ્યમંત્રીએ સુરતને આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ અને વિદેશીઓને ડાયમન્ડત બ્રુર્સ માટે આવકારતાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવાની રજૂઆત અંગે પણ યોગ્યર કાર્યવાહીનો વિશ્વાસ આપ્યો હતો.

આ બેઠકમાં રાજય જળસંપત્તિ વિભાગના રાજયમંત્રી નાનુભાઈ વાનાણી, હિરાના અગ્રણીઓ તથા શહેરના મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સાંસદ દર્શનાબેન જરદોશ, સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો -તાલુકા પંચાયતના પ્રમુખોવિગેરે મોટી સંખ્યા્માં હાજર રહયા હતા.

શહેર મહાનગરપાલિકા કમિશનર મનોજકુમાર દાસ, જિલ્લા કલેકટર જયપ્રકાશ શિવહરે, પોલિસ કમિશનર રાકેશ અસ્થાના, રેન્જ આઈ.જી. હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

English summary
International level Diamond bursa will be working in Surat .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X