For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ઈસુદાન ગઢવી બનશે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર? આજે સ્પષ્ટતા થઈ જશે

શું ઈસુદાન ગઢવી બનશે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર? આજે સ્પષ્ટતા થઈ જશે

|
Google Oneindia Gujarati News

ગુજરાતની 15મી વિધાનસભાની ચૂંટણીની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. આગામી 1 ડિસેમ્બર 2022ના રોજ પ્રથમ તબક્કામાં અેન 5 ડિસેમ્બર 2022ના રોજ બીજા તબક્કામાં વિધનસભા ચૂંટણી યોજાનાર છે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશના પરિણામની સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ જશે. ભાજપે અગાઉ સ્પષ્ટતા કરી દીધી હતી કે ભૂપેન્દ્ર પટેલને જ મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી પાર્ટી ચૂંટણી લડશે, જો કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તરફથી આવી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

isudan gadhavi

ત્યારે આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદનો દાવેદાર કોણ હશે તેની આજે જાણ થઈ જશે. આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અરવિંદ કેજરીવાલ આજે શુક્રવારે 4 નવેમ્બરના રોજ પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી તરફથી એક ઓપિનિયન પોલ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની જનતાને પૂછવામાં આવ્યું હતું કે તમે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી તરીકે કોને જોવા માંગો છો તેનું નામ જણાવો. આ ઓપિનિયન પોલના આધારે જ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી પદના દાવેદારના નામની ઘોષણા કરશે તેવું કહેવાય રહ્યું છે.

જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયા, નેશનલ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને જનરલ સેક્રેટરી મનોજ સોરઠીયા આ રેસમાં આગળ હોય તેવું પાર્ટીના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જો કે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના દાવેદારનું નામ જાહેર કરી દેશે.

English summary
Isudan Gadhavi, Gopal Italia or Manoj Sorathiya? who will became cm face of AAP in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X