For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં હવે ‘કેમ છો ટ્રમ્પ નહિ, નમસ્તે ટ્રમ્પ'થી થશે ડોનાલ્ડ ટ્રમ્પનુ સ્વાગત

મોટેરા સ્ટેડિયમમાં પહેલા 'કેમ છો ટ્રમ્પ' નામથી કાર્યક્રમ થવાનો હતો અને હવે આ કાર્યક્રમનુ નામ બદલીને ‘નમસ્તે ટ્રમ્પ' કરી દેવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય અધિકૃત પ્રવાસ પર ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પનો આ પહેલા ભારત પ્રવાસ છે. તેમનો આ પહેલો પડાવ ગુજરાતના અમદાવાદનો છે અને અહીં તે મોટેરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કાર્યક્રમમાં ભાગ લેશે. ટ્રમ્પ જે કાર્યક્રમમાં ભાગ લેવાના છે તેનુ નામ હવે બદલી દેવામાં આવ્યુ છે. મોટેરા સ્ટેડિયમમાં પહેલા 'કેમ છો ટ્રમ્પ' નામથી કાર્યક્રમ થવાનો હતો અને હવે આ કાર્યક્રમનુ નામ બદલીને 'નમસ્તે ટ્રમ્પ' કરી દેવામાં આવ્યુ છે.

મોટેરા સ્ટેડિયમમાં થશે મેગા ઈવેન્ટ

મોટેરા સ્ટેડિયમમાં થશે મેગા ઈવેન્ટ

24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં મેગા ઈવેન્ટનુ આયોજન થઈ રહ્યુ છે. આ ઈવેન્ટ એકદમ એ સ્ટાઈલની બતાવવામાં આવી રહી છે જે સપ્ટેમ્બરમાં હ્યુસ્ટનમાં થઈ હતી. એ વખતે ‘હાઉડી મોદી'ના નામથી કાર્યક્રમનુ આયોજન થયુ હતુ અને તેમા ટ્રમ્પ અને મોદી એકસાથે પહેલી વાર કોઈ સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. ‘નમસ્તે ટ્રમ્પ'માં બતાવવામાં આવી રહ્યુ છે કે લગભગ 1.25 લાક લોકો ભાગ લેશે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી તેને સંબોધિત કરશે. ગુજરાત સરકારના એક અધિકારીએ જણાવ્યુ કે, મોટેરા સ્ટેડિયમ પર આયોજિત થનાર કાર્યક્રમ હવે નમસ્તે ટ્રમ્પના નામથી થશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) તરફથી આ મેગા ઈવેન્ટનુ આયોજન થઈ રહ્યુ છે. કાર્યક્રમ સાથે જ મોટેરા સ્ટેડિયમમાં 1.1ની ક્ષમતાવાળા લોકોની બેસવાની સુવિધાનુ ઉદઘાટન થશે. આ સાથે જ તે દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.

ત્રણ કલાક પહેલા સ્ટેડિયમમાં એન્ટ્રી, બે કલાક બાદ એક્ઝિટ

સ્ટેડિયમ કાર્યક્રમ દરમિયાન લોકોથી ખીચોખીચ ભરેલુ હશે જ્યારે 10,000થી વધુ લોકો જમીન પર બેઠા હશે. આ 10,000 લોકો જે જગ્યાએ બેસશે તેની નજીક જ સ્ટેજ હશે અને અહીં બંને નેતા હાજર હશે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે ઑડિયન્સને કાર્યક્રમ શરૂ થતા પહેલા સ્ટેડિયમ પહોંચવાનુ રહેશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ નીકળ્યાના બે કલાક બાદ જ લોકોને સ્ટેડિયમની બહાર નીકળવાનો મોકો મળી શકશે. ઘણા લેવલની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવશે અને લોકોને અલગ અલગ ગેટથી એન્ટ્રી આપવામાં આવશે. આયોજકો તરફથી જણાવવામાં આવ્યુ છે કે કૈલાશ ખેર જેવા બૉલિવુડ સિંગર ઉપરાંત ટૉપ ગુજરાતી સિંગર જેવા કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલ અને અમુક બીજા કલાકાર કાર્યક્રમમાં પરફોર્મ કરવાના છે.

22 કિલોમીટર લાંબો રોડ શો

22 કિલોમીટર લાંબો રોડ શો

સ્ટેડિયમમાં મુખ્ય કાર્યક્રમ ઉપરાંત 22 કિલોમીટર લાંબા રોડ શોની તૈયારી પણ ઑથોરિટીઝ તરફથી કરવામાં આવી છે. આ રોડ શો એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને પછી અહીંથી સ્ટેડિયમ સુધી હશે. અમદાવાદ નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીના સમ્માનમાં આ રોડ શોનુ આયોજન થઈ રહ્યુ છે. રોડ શો દરમિયાન બધા રાજ્યો અને સંઘ શાસિત પ્રદેશોથી આવેલા કલાકાર અને સાંસ્કૃતિક સંગઠન પર્ફોર્મ કરશે. 22 કિલોમીટરના રોડ શોમાં 50 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજથી કલાકાર એ વખતે ટ્રમ્પ અને મોદીના કાફલા સામે પર્ફોર્મ કરશે જ્યારે તે તેમની સામેથી પસાર થશે.

બે લાખ લોકો રહેશે રોડ શોમાં

બે લાખ લોકો રહેશે રોડ શોમાં

નગરપાલિકાને આશા છે કે રોડ શો દરમિયાન બે લાખ લોકો હાજર રહી શકે છે. અધિકારી આને અમદાવાદ શહેરમાં આયોજિત અત્યાર સુધીનુ એક ઐતિહાસિક આયોજન માની રહ્યા છે. આનો હેતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત તેની પત્ની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને સમ્માનિત કરવાનો છે. નગરપાલિકા તરફથી અમદાવાદના રસ્તા અને ગલીઓનુ સમારકામ કરાવવામાં આવી રહ્યુ છે. આ હાઈ પ્રોફાઈલ વિઝિટને જોતા શહેરના સુંદરીકરણ હેઠળ આ બધા કામ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ રેમ્પ વૉકમાં દિવ્યા ખોસલાનુ ખુલ્યુ હુક, ઝટથી પકડીને સંભાળી લીધુ, Videoઆ પણ વાંચોઃ રેમ્પ વૉકમાં દિવ્યા ખોસલાનુ ખુલ્યુ હુક, ઝટથી પકડીને સંભાળી લીધુ, Video

English summary
It will be Namaste Trump instead of Kem Cho Trump at Ahmedabad's Motera stadium.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X