જસદણ પેટાચૂંટણીઃ 1 વાગ્યા સુધી જસદણ સીટ પર 44 ટકા મતદાન

ગુજરાતની જસદણ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી દરમિયાન આજે મતદાન થઈ રહ્યુ છે.

ગુજરાતની જસદણ વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી દરમિયાન આજે મતદાન થઈ રહ્યુ છે. આ સીટ પર મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. લગભગ 2.32 લાખ મતદારો અહીંના નવા ધારાસભ્યને ચૂંટશે જેમાં લગભગ 90 હજાર કોળી અને 45 હજાર પાટીદાર મતદારો છે. આ સીટમાંથી પાંચ વાર ધારાસભ્ય રહેલા કુંવરજી બાવળીયા ભાજપની ટિકિટ પર મેદાનમાં છે જ્યારે તેમની સામે કોંગ્રેસના અવસર નાકિયા છે. આ સીટ પર કુલ 19 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

1 વાગ્યા સુધી 44 ટકા મતદાન

1 વાગ્યા સુધી 44 ટકા મતદાન

જસદણ સીટ પરથી ધારાસભ્ય ચૂંટાયેલા કુંવરજી બાવળીયા જુલાઈ 2018માં કોંગ્રેસ અને વિધાનસભાની સભ્યપદ પરથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને તેમની સરકારીમાં કેબિનેટ મંત્રી બનાવ્યા છે. હવે આ સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. ભાજપે આ સીટ પરથી બાવળીયાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસની ટિકિટ પર અવસર નાકિયા તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાવળીયા લડી રહ્યા છે ચૂંટણી

કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા બાવળીયા લડી રહ્યા છે ચૂંટણી

ગુજરાતની જસદણ વિધાનસભા સીટ પર થઈ રહેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ, બંને પાર્ટીઓના નેતાઓએ પૂરી તાકાત લગાવી દીધી છે. બાઈક રેલી દ્વારા અને જનસભાઓ દ્વારા બંને પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી મજબૂત કરવાની કોશિશ કરી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ આ પેટાચૂંટણી જીતવા ઈચ્છે છે.

કોળી અને પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થશે

કોળી અને પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થશે

મંગળવારે સમાપ્ત થયેલ ચૂંટણી પ્રચાર પહેલા કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધુએ પણ પાર્ટી માટે પ્રચાર કર્યો. કોળી સમાજનો બહુમત ધરાવતી આ સીટ પર આ લડાઈ કુંવરજી બાવળીયા અને અવસર નાકિયા વચ્ચે છે. આ સીટ પર બાવળીયાએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે 2017માં ચૂંટણીમાં જીત મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X