For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો જારી કરીને ઘરે પહોંચાડવાની આજીજી કરનાર મજૂરનુ અમદાવાદમાં મોત

લૉકડાઉન બાદ ગુજરાતમાં ફસાયેલા ઝારખંડના મજૂરી પરવેઝ અનસારીનુ અમદાવાદની હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉન બાદ ગુજરાતમાં ફસાયેલા ઝારખંડના મજૂરી પરવેઝ અનસારીનુ અમદાવાદની હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે. પરવેઝ ટીબીથી પીડિત હતો. હાલમાં જ એક વીડિયો તેણે જારી કર્યો હતો જેમાં તે ઘરે પહોંચાડવાની આજીજી પ્રશાસનને કરી રહ્યો હતો. વીડિયોમાં પણ પરવેઝ ખૂબ જ નબળો પડી ગયો હતો અને બરાબર બોલી પણ શકતો નહોતો. બિમાર હોવાની વાત કહીને તે પોતાના ઘરે, રાંચી મોકલવાની આજીજી કરી રહ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા થયા બાદ તેને પ્રશાસને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભરતી કર્યો હતો.

ગુરુવારે રાતે થયુ મોત

ગુરુવારે રાતે થયુ મોત

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ગુરુવારની રાતે 19 વર્ષના પરવેઝનુ મોત થઈ ગયુ. પોલિસે જણાવ્યુ કે પરવેઝને ગયા રવિવારે બાબરી કૉલોનીથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પરવેઝનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ઑફિસરોનુ ધ્યાન આ તરફ ધ્યાન ગયુ હતુ અને તેમણે પોલિસની ટીમ મોકલીને પરવેઝને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

વીડિયોમાં બોલી પણ નહોતો શકતો પરવેઝ

જે વીડિયો પરવેઝનો વાયરલ થઈ રહ્યો હતો તેમાં પરવેઝ અનસારી ખૂબ જ નબળો દેખાઈ રહ્યો હતો. વીડિયોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વાત કરીને પરવેઝ ઘરે મોકલવાની અપીલ કરી હતી. હોસ્પિટલમાં પરવેઝનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો કે જે નેગેટીવ આવ્યો હતો. ડૉક્ટરોએ પરવેઝ અનસારીને ટીબી હોવાની માહિતી આપી હતી. પરવેઝે દોઢ વર્ષ પહેલા અમદાવાદ આવીને અહીં ડિસ્પોઝલ ગ્લાસ બનાવતી કંપનીમાં કામ શરૂ કર્યુ હતુ. લૉકડાઉન બાદ કામ બંધ થઈ ગયુ તો પરવેઝની સ્થિતિ બગડી ગઈ.

દેશભરમાં ફસાયા છે મજૂર

દેશભરમાં ફસાયા છે મજૂર

દેશમાં છેલ્લા એક મહિનાથી લૉકડાઉન છે. દેશના મોટા શહેરોમાં મજૂરો ફસાયેલા છે. મજૂરોને ઘરે મોકલવા વિશે ઘણા રાજકીય દળો અને સંગઠન માંગ કરી રહ્યા છે. સુરત, મુંબઈ, દિલ્લીમાં મજૂર આ વિશે પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. વળી, કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 25 હજારથી વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા 24506 થઈ ગઈ છે અને 775 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોના ફ્રી થયેલી રાજધાનીમાં ફરીથી મળ્યો દર્દી, કુલ 127 મોતઆ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોના ફ્રી થયેલી રાજધાનીમાં ફરીથી મળ્યો દર્દી, કુલ 127 મોત

English summary
jharkhand Migrant who recorded video seeking help dies of TB in ahmedabad Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X