ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેના બીજા દિવસથી જ ચર્ચાનું કેન્દ્ર બનનાર દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ તેના ટ્વટિર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કર્યું છે. જેમાં શોલેના અંદાજમાં જીજ્ઞેશે કહ્યું છે કે "કિતને આદમી દે, સરદાર તીન, જીજ્ઞેશ, હાર્દિકે, અલ્પેશ, વો તીન થે ઓર તુમ 3 મુખ્યમંત્રી, 1 રાષ્ટ્રીય અધ્યક્ષ, 17 સાંસદ અને 25 મંત્રી ફિર ભી હમ 2 ડિજીટ મેં આયે". ઉલ્લેખનીય છે કે જીત પછી વડાપ્રધાનના ભાષણ અને તેમની પર ટિપ્પણી કરવાના કારણે જીજ્ઞેશ પહેલા જ સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઇ ચૂક્યા છે. પીએમને હિમાલય જતા રહેવું જોઇએ તેવું કહેનાર જીજ્ઞેશ મેવાણી પર પહેલા જ આ નિવેદન મામલે વિવાદ ચાલી રહ્યો છે.
कितने आदमी थे ?
सरदार तीन : जिग्नेश,हार्दिक,अल्पेश,
वो तीन थे और तुम 3 मुख्यमंत्री, 1 राष्ट्रिय अध्यक्ष, 17 सांसद और 25 मंत्री - फिर भी हम 2⃣ डिजिट में आ गए।@HardikPatel_ #AlpeshThakore #GujaratElection— Jignesh Mevani (@jigneshmevani80) December 22, 2017
તેમાં તેમણે બળતામાં ઘી નાંખવા માટે આ ટ્વિટ કર્યું હોય તેમ લાગે છે. આ ટ્વિટ દ્વારા તેમણે અમિત શાહથી લઇને ભાજપના સમગ્ર કેબિનેટ મંત્રીઓ જે અહીં જનસભા કરવા આવતા હતા તેમની પર ટિપ્પણી કરી છે. નોંધનીય છે કે પરિણામ આવ્યા બાદ તેમણે તેમના વિસ્તારમાં રસ્તા ઠીક કરાવવા માટે પણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. અને સાથે જ જણાવ્યું હતું કે આવનારા સમયમાં તે પ્રજાના પ્રશ્નો સરકાર સમક્ષ મૂકતા રહેશે. સાથે જ દલિતોના મુદ્દાને વિધાનસભામાં ગજવશે. ત્યારે હાલ તો જીજ્ઞેશ મેવાણી નેતા તરીકે એક આગવી ઇમેજ ઊભી કરી રહ્યા છે. જે આવનારા સમયમાં ભાજપ સરકારની મુશ્કેલીઓ વધારવા કામમાં આવશે.