For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેરશિસ્ત બદલ જીજ્ઞેશ મેવાણી ગુજરાત વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

ગેરશિસ્ત બદલ જીજ્ઞેશ મેવાણી ગુજરાત વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીને ગેરશિસ્ત બદલ શુક્રવારે ગુજરાત વિધાનસભાથી દિવસભર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેમણે વિધાનસભાના અધ્યક્ષની મંજૂરી વગર એક દલિત વ્યક્તિની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી.

jignesh mewani

આ મુદ્દાને લઈ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના આદેશ પર તેમને સદનથી બહાર કરી મૂકવમાં આવ્યા. ઉલ્લેખનીય છે કે આ કારણને લઈ જીજ્ઞેશ મેવાણીને ગુરુવારે પણ સદનથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

વિધાનસભામાં પ્રશ્નકાળ જેવો સમાપ્ત થયો કે વડગામથી ધારાસભ્ય મેવાણીએ અચાનક જ એક પોસ્ટર લહેરાવ્યું, જેના પર એક દલિત વ્યક્તિની તસવીર હતી. બે માર્ચે કથિત રીતે પોલીસકર્મીઓની હાજરીમાં આ વ્યક્તિને ભીડે હત્યા કરી નાખી હતી. પોસ્ટર પર લખ્યું હતું, "તમે દોષિતોની ધરપકડ કેમ નથી કરતા?"

નોંધનીય ચે કે બે માર્ચના રોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સનોદર નિવાસી અમરભાઈ બોરીચા (50)ની સ્થાનિક પીએસઆઈની હાજરીમાં કથિત રીતે હત્યા કરાઈ હતી તે ઘટનાનો જીજ્ઞેશ મેવાણી ઉલ્લેખ કરી રહ્યા હતા.

જીજ્ઞેશ મેવાણીનું માઈક બંધ કરી દેવામાં આવ્યું તો તેમણે જોર જોરથી બોલવું શરૂ કરી દીધું અને પૂછ્યું કે આખરે રાજ્યની ભાજપ સરકારે હજી સુધી પીએસઆઈની ધરપકડ કેમ નથી કરી. તેમણે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પીએસઆઈ સાથે શું સંબંધ છે તે સ્પષ્ટટ કરવા સરકારને કહ્યું. જેના પર સ્વીકરે જીજ્ઞેશ મેવાણીને ગેરશિસ્ત ગણાવી બહાર બેસી જવા કહ્યું.

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ગુજરાતના મોટા શહેર અમદાવાદમાં મોલ-મલ્ટિપ્લેક્સ બંધકોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી ગુજરાતના મોટા શહેર અમદાવાદમાં મોલ-મલ્ટિપ્લેક્સ બંધ

English summary
Jignesh Mewani suspended from gujarat assembly for one day for raising issue of killing of Dalit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X