CD ખોલશે આસારામના અનેક રહસ્યો, જોધપુર પોલીસ અમદાવાદમાં

અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ સગીરા સાથે યૌન શોષણના મામલામાં ફસાયેલા આધ્યાત્મિક ગુરુ આસારામને લઇને દરરોજ એકથી એક નવા અને ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે. આવો જ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વહેતી થયેલી માહિતી અનુસાર આસારામ પોતાના આશ્રમમાં એક અશ્લીલ રેકેટ ચલાવતા હતા અને તેમની આખી ટીમ આ કામમાં મદદ કરતી હતી, અત્યારસુધી તપાસમાં બહાર આવેલા પુરાવાઓ અનુસાર એક ષડયંત્ર હેઠળ માસૂમ બાળકીઓનો ફસાવવામાં આવતી હતી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સેવાદાર શિવાએ જોધપુર પોલીસને સેક્સ અને સમ્મોહન સાથે જોડાયેલી એક સીડી અંગે જણાવ્યું છે, જે આસારામના આશ્રમોમાં દર્શાવવામાં આવતી હતી, જે અમદાવાદ સ્થિત આશ્રમમાં હોવાનું જાણવા મળ્યું છે. જેને લઇને જોધપુર પોલીસની એક ટૂકડી અમદાવાદ પહોંચી ગઇ છે. જેમાં એક પીઆઇ અને 2 કોન્સ્ટેબલ છે. જે અમદાવાદ ખાતે ચાંદખેડા પોલીસ ચોકીએ પહોંચી છે અને ત્યારબાદ તે અમદાવાદ સ્થિત આસારામના આશ્રમમાં તપાસ હાથ ધરશે.

સૂત્રો અનુસાર પોલીસ ને આસારામ અને તેમના સહયોગીઓ શિલ્પી, શિવા અને શરતચંદ્ર રાહીના કોલ ડિટેલમાંથી અનેક મહત્વના પુરાવા મળ્યા છે. 5 ઑગસ્ટથી લઇને ઘટનાના દિવસ એટલે કે 15 ઑગસ્ટ સુધી ચારેય આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા, જ્યારે 5 ઑગસ્ટ પહેલા અને 15 ઑગસ્ટ બાદ આ ચારેય વચ્ચે બહુ ઓછી વાતચીત થતી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે શિલ્પી અને શિવા આસારામના સૌથી ખાસ લોકોમાના એક હતા. શિલ્પી છિંદવાડા આશ્રમની વોર્ડન છે અને શરદ રાહી ડિરેક્ટર છે.

શિવાએ કર્યા મહત્વના ખુલાસા

શિવાએ કર્યા મહત્વના ખુલાસા

જો કે, અધિકૃત રીતે પોલીસે હજુ વધુ જાણકારી આપી નથી. ડીસીપી અજય લાંબાએ જણાવ્યું હતું કે, શિવાએ અનેક મહત્વના ખુલાસા કર્યા છે, જે અંગે હજુ જણાવવું યોગ્ય નથી. તેના દિશાનિર્દેશ પર પોલીસની ટીમ અમદાવાદ જશે. આસારામના નજીકના સેવાદાર શિવા પોલીસને જણાવી ચૂક્યો છે કે, અનુષ્ઠાનના નામે આસારામ પોતાની ધ્યાન કૂટિરમાં મહિલાઓને એકાંતમાં મળતાં હતા.

4થી 5 બાળકીઓને આસારામ પાસે મોકલી ચૂકી છે શિલ્પી

4થી 5 બાળકીઓને આસારામ પાસે મોકલી ચૂકી છે શિલ્પી

સંભવતઃ અમદાવાદની રહેવાસી 25-26 વર્ષીય શિલ્પી ગત વર્ષે છિંદવાડા આવી હતી. તેને આસારામની નજીક માનવામાં આવે છે. શિલ્પી જ પીડિત સગીરાને આસારામ પાસે જોધપુર છોડીને આવી હતી. સૂત્રો અનુસાર, શિલ્પી પહેલા પણ 4-5 બાળકીઓને આસારામ પાસે મોકલી ચૂકી છે. આ રીતે 39-40 વર્ષના શરતચંદ્ર રાહીને વર્ષ પહેલા છિંદવાડા આશ્રમમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તે અમેરિકાથી આવ્યો હોવાનું જણાવાયું છે.

શિલ્પા બહેકાવતી હતી છોકરીઓને

શિલ્પા બહેકાવતી હતી છોકરીઓને

આસારામ વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ હતી, જેમાં શિલ્પી અને શરદ બન્ને સહઆરોપી છે. 25 અને 26 ઑગસ્ટે પ્રારંભિક પૂછપરછ બાદ તેમણે 29 ઑગસ્ટ સુધી પોલીસ સમક્ષ હાજર થવા કહેવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું છે કે, છિંદવાડાથી બન્ને જોધપુર આવવા રવાના પણ થયા હતા, પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી. શિલ્પીએ જ યુવતીઓને કહ્યું હતું કે તમારા પર ભૂતપ્રેતનો સાયો છે અને બાપુ તમને ઠીક કરી દેશે.

રસોઇયો પ્રકાશ જાણે છે બધુ

રસોઇયો પ્રકાશ જાણે છે બધુ

આસારામનો ખાસ રસોઇયો પ્રકાશ પણ હજુ ફરાર છે. તે વારદાતની રાતનો મુખ્ય સાક્ષી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેને ખબર છે કે એ રાત્રે સગીરા સાથે શું થયું હતું. શિવાએ એ પણ જણાવ્યું છે કે, આસારામ અનેક પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓના સંપર્કમાં હતા.

જેલમાં ચીડાઇ રહ્યાં છે આસારામ

જેલમાં ચીડાઇ રહ્યાં છે આસારામ

બીજી તરફ જમાનત અરજી ખારીજ થયા બાદ આસારામે સતત ત્રીજી રાત જેલમાં કાપવી પડી. જેલમાં વકીલે તેમની મુલાકાત કરી, ત્યારબાદ તેમનો સ્વભાવ ચીડિયો થઇ ગયો. જેલમાં આસારામની ઉંધ હરામ થઇ ગઇ છે. બુધવારે રાત્રે આસારામે જેલનું ખાવાનું જમવાનો ઇન્કાર કરી દીધો હતો અને માત્ર દૂધ પીધુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X