For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીવીને હાથ લગાડવાની ના કહેતા પત્નીએ કર્યું અગ્નિસ્નાન

|
Google Oneindia Gujarati News

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ટીવી ફાટતા ઘરમાં આગ

ટીવી ફાટતા ઘરમાં આગ

ગોંડલમાં ટીવી ફાટતા લાગી ઘરમાં આગ. ગોંડલના પુનિત નગરમાં અચાનક ટીવી ફાટવાના કારણે આખા ઘરમાં આગ લાગી ગઇ હતી. જેના કારણે ફાયર ફાઇટરના જવાનોએ આગ બુજાવી હતી.

શંકર સિંહ વાઘેલા નહીં ઉજવે જન્મદિવસ

શંકર સિંહ વાઘેલા નહીં ઉજવે જન્મદિવસ

શુભેચ્છકો-કાર્યકરોને પણ ઉજવણી નહી કરવા આપી શંકરસિંહ વાઘેલાની સલાહ. આજે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે. રાજ્યમાં દુષ્કાળની ભીતિને લઈ કર્યો નિર્ણય. દુઃખના સમયે શંકરસિંહ વાઘેલા લોકોની પડખે રહેવાની વાત કરી છે.

વિસ્મય શાહની અરજી કોર્ટે ફગાવી

વિસ્મય શાહની અરજી કોર્ટે ફગાવી

હિટ એન્ડ રન કેસમાં હાઇકોર્ટે વિસ્મય શાહની જામીન અરજી ફગાવી. વિસ્મય શાહના વકિલે જામીન માટે કરી હતી જામીન અરજી.

ટીવીને અડવાની ના પાડતા પત્નીનો આપઘાત

ટીવીને અડવાની ના પાડતા પત્નીનો આપઘાત

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પતિએ પત્નીને ટીવીને અડવાની ના પાડી દેતા. પત્નીને લાગી આવ્યું હતું અને તેણે કેરોસીન છાંટીને આપઘાત કરી લીધો હતો.

મલેરિયાથી એકનું મોત

મલેરિયાથી એકનું મોત

ગુજરાતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથું ઉચક્યું છે. મલેરિયાના કારણે ચાંદલોડિયા વિસ્તારમાં એક વિદ્યાર્થીનું મોત થવા પામ્યું છે. મલેરિયા અને કોલેરાના કારણે દર્દીઓમાં વધારો થના કારણે હેલ્થ વિભાગ સફાળુ જાગ્યું છે.

હીરા ઉદ્યોગમાં મંદી

હીરા ઉદ્યોગમાં મંદી

હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી આવવાના કારણે 8થી 10 હજાર રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. મંદીના કારણમાં હીરાની લૂંટ, છેતરપીંડી, વગેરે જેવી બાબતોના જવાબદાર છે.

નારાયણ સાંઇએ ખેદ વ્યક્ત કર્યો

નારાયણ સાંઇએ ખેદ વ્યક્ત કર્યો

નારાયણ સાઇને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. તેણે સાક્ષીની હત્યાના મામલે ખેદ વ્યક્ત કર્યો. નારાયણ સાંઇએ જણાવ્યું કે જે લોકો અમને બહાર નથી જોવા માંગતા તે લોકો આવું કામ કરી રહ્યા છે.

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદમાં સાંજ ઢળતા જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે વરસાદે માત્ર અમી છાંટણા કર્યા હોય તેમ માત્ર શહેરના રસ્તાઓને ભીના કર્યા હતા અને શહેરમાં ઠંડક પ્રસરાવી હતી. નરોડા, અખબારનગર, સોલામાં પણ વરસાદ
બોપલ, શીલજ, આંબલી અને ઘુમામાં વરસાદ શરૂ.

લોકમેળાના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ

લોકમેળાના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ

રાજકોટના લોકમેળાના ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરાશે. આવતા સપ્તાહથી ફોર્મનું વિતરણ શરૂ થશે. લોક મેળામાં 361 સ્ટોલ જિલ્લા કલેક્ટરે ફાઈનલ કર્યા છે. મેળાઓમાં આ સ્ટોલ રાખવામાં આવશે.

પાટણમાં ગાજવીજ સાથે વરસાદ

પાટણમાં ગાજવીજ સાથે વરસાદ

પાટણમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ધરતીપુત્રોમાં આનંદની હેલી પ્રસરી ગઇ. ગરમીથી ત્રસ્ત લોકોને મળી રાહત.

મોબાઇલની દુકાનોમાં દરોડા

મોબાઇલની દુકાનોમાં દરોડા

થરાદમાં મોબાઈલની દુકાનોમાં SOGની ટીમના દરોડા. નોંધણી ન કરાવતા હોય તેવી દુકાનોમાં દરોડા. મોબાઈલની દુકાન ધરાવતા દુકાનોના માલિકો શટર પાડી રવાના થઇ ગયા.

English summary
July 21 : Read local news of Gujarat here. you can read every political, crime and city news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X