Junagadh : ગિરનાર ગોરખનાથ મૂર્તિ ખંડિત મામલે ચૌકાવનારો ખુલાસો
Junagadh : ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાના ઘૃણાસ્પદ કૃત્યમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.
5 ઓક્ટોબરે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત સહિત દેશભરના સાધુ-સંતો અને ધર્મપ્રેમીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે આ મામલે પોલીસ તપાસમાં સનસનાટીપૂર્ણ વિગતો સામે આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરવાના આ જઘન્ય કૃત્યમાં મંદિરના જ પગારદાર પૂજારી અને એક દુકાનદાર રમેશની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ બંને વ્યક્તિઓએ મળીને ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી અને તેને જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી.
આ ચોંકાવનારા ખુલાસા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, મંદિરના જ પગારદાર પૂજારી અને એક દુકાનદારે આ ધૃણાસ્પદ કૃત્ય શા માટે આચર્યું? તેમની પાછળનો હેતુ શું હતો? શું કોઈ અંગત વૈમનસ્ય, આર્થિક લેવડદેવડ કે અન્ય કોઈ મોટું કાવતરું સંકળાયેલું છે?
પોલીસ દ્વારા આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ કૃત્ય કરવા પાછળનું સાચું કારણ અને તેની સંપૂર્ણ વિગતો સત્તાવાર રીતે સામે આવશે.
ઉલ્લેખનીય છે કે, પવિત્ર ગિરનાર પર્વત પર બનેલી મૂર્તિ ખંડિત કરવાની આ ઘટનાને કારણે લાખો ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેનાથી કાયદાનું શાસન જળવાઈ રહે અને ધાર્મિક સ્થળોની પવિત્રતા સુરક્ષિત રહે.












Click it and Unblock the Notifications
