કાંધલ જાડેજાની રાણાવાવ પોલીસે કરી અટકાયત, મચ્યો હોબાળો

Posted By: Staff
Subscribe to Oneindia News

થોડા દિવસ પહેલા જ કુતિયાણામાંથી ચૂંટણી જીતેલા કાંધલ જાડેજા અને તેના સાથીદારો સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે. કાંધલ તથા તેના ભાઈ કાના જાડેજા સામે પોલીસે જ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના એવી હતી કે રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામત ગોગને રાણાવાવ પોલીસ સ્ટેશનના ચોપડે ફરિયાદ નોંધાવી હતી કે તેને માર મારવામાં આવ્યો છે. અને આ માર તેને કાંધલ તથા તેના ભાઈ કાના જાડેજાએ માર્યો છે. આથી પોલીસે કાંધલ તથા તેના ભાઇ સહિત 6-7 લોકોની અટકાયત કરી હતી. અને તમામને રાણાવાવ પોલીસ સ્ટેશનનમાં લાવવામાં આવ્યા હતા.

kandhal jadeja

જોકે આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. અને કાંધલ, જાડેજા, કાના જાડેજા તથા કરણ જાડેજાએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવી તોડફોડ કરી હોવાની ઘટના બની હતી. જેમાં પોલીસ સ્ટેશનમાં ઘણું નુકસાન થયાના અહેવાલ છે. વધુમાં પોલીસે જીતેલા ઉમેદવાર કાંધલની અટકાયત કરી હોવાના અહેવાલ મળતા જ પોલીસ સ્ટેશન તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું અને સમગ્ર મામાલો શું છે જાણવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

English summary
Kandhal Jadeja was detained by Ranavav police, local protested.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.