કોંગ્રેસ-પાસની બેઠક, ગુરૂવારે સવારે કોંગ્રેસ નિર્ણય જણાવશે

Written By:
Subscribe to Oneindia News

બુધવારે મોડી રાત્રે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અમદાવાદ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતાઓ અને પાસ કોર કમિટીના સભ્યો વચ્ચે બુધવારે પાટીદાર અનામતના મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે બેઠક યોજાનાર હતી, જેમાં ભાગ લેવા માટે કપિલ સિબ્બલ પણ પહોંચ્યા હતા. રાત્રે 11 વાગ્યાની આસપાસ કપિલ સિબ્બલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસ અને પાસ વચ્ચે બેઠક શરૂ થઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવડિયા સહિતના નેતાઓ હાજર હતા.

paas congress

કપિલ સિબ્બલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરી હતી. અહીં તેમણે પાટીદાર અનામત મામલે કહ્યું હતું કે, અમારી પાસે કયા વિકલ્પ છે, કયા નથી એ તો વાતચીત પછી જ ખબર પડશે. અમે પોતાની વાત રજૂ કરીશું અને પ્રયાસ કરીશું કે તેઓ વાત સ્વીકારે. કોંગ્રેસ અને પાસની બેઠક પહેલાં પાસના કોર કમિટી સભ્યોની એક ખાસ બેઠક સરગાસણ ખાતેના દિનેશ બાંભણિયાના ફાર્મહાઉસ પર મળી હતી. આ અંગે વાત કરતાં દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, પાટીદારોને બંધારણીય જોગવાઇ મુજબ જ અનામત જોઇએ છે, આથી આર્થિક અનામતની વાત સ્વીકારવામાં આવશે નહીં. આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહ્યા નથી. કોંગ્રેસ આ મામલે ગુરૂવારે સવારે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે એવી શક્યતા છે.

English summary
Gujarat Election 2017: Kapil Sibal arrived at Ahmedabad at Wednesday late night to take part in Congress-PAAS meeting.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.