Gujarat Assembly Election 2022 : કેજરીવાલનો દાવો - 'આમ આદમી પાર્ટી જીતશે, બીજેપીના વોટ 11 ટકા ઘટશે'

Gujarat Assembly Election 2022 : ગુજરાતની 182 વિધાનસભાની બેઠક પર જીતવા માટે હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે.

Gujarat Assembly Election 2022 : ગુજરાતની 182 વિધાનસભાની બેઠક પર જીતવા માટે હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેની તૈયારી ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ યોજાશે. અરવિંદ કેજરીવાલને આપની જીત પર પૂર્ણ વિશ્વાસ છે. આ સાથે તેમણે આગામી ચૂંટણી માટે ઘણી ભવિષ્યવાણી પણ કરી છે.

ભાજપનો વોટ શેર 11 ટકા ઘટશે

ભાજપનો વોટ શેર 11 ટકા ઘટશે

એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં AAP સરકાર બનાવી રહી છે. આટલું જ નહીં, કેજરીવાલ પોતાના આંકલનના આધારે અન્ય પાર્ટીઓના વોટ ટકાવારી અને વોટ શેર અંગે પણ આગાહી કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપનો વોટ શેર ઘટશે. 2017માં પાર્ટીને 49 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આ વખતે ભાજપને 38 ટકા કે તેનાથી ઓછા વોટ મળશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપને મળેલા વોટની ટકાવારીમાં 11 ટકાનો ઘટાડો થશે.

હું જે કહું છું તે જ હકીકત છે - કેજરીવાલ

હું જે કહું છું તે જ હકીકત છે - કેજરીવાલ

એક ટીવી ચેનલ સાથે વાત કરતા કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અન્ય પાર્ટીના લોકો માત્ર બોલે છે અને વિચારતા નથી, પરંતુ હું રોજિંદા મૂલ્યાંકનના આધારે બોલી રહ્યો છું કે, ભાજપનો વોટ શેર 11 ટકા ઘટશે. કારણ કે, આપના મતની ટકાવારી દરરોજ વધી રહી છે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, તેઓ જે કહે છે, તે હકીકત છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કરેલું મૂલ્યાંકન પણ સાચુ સાબિત થયું હતું.

કેજરીવાલે જનતાને કોંગ્રેસને વોટ ન આપવા કરી અપીલ

કેજરીવાલે જનતાને કોંગ્રેસને વોટ ન આપવા કરી અપીલ

આ પહેલા અરવિંદ કેજરીવાલે પણ કોંગ્રેસના વોટ શેરને લઈને નિવેદન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસને માત્ર 5 બેઠકો મળશે.

આવી સ્થિતિમાં તેમણે જનતાને પણ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસને વોટ ન આપો, કારણ કે તેનાથી તમારો વોટ વેડફાઇ જશે.

આ સિવાય કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, જેઓ કોંગ્રેસના 5 ધારાસભ્ય બનશે, તેઓ પણ પછીથી ભાજપમાં જોડાઇ જશે.

આ મુદ્દાઓ પર લડાઇ રહી છે ચૂંટણી

આ મુદ્દાઓ પર લડાઇ રહી છે ચૂંટણી

ગુજરાત વિધાનસભામાં મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણના મુદ્દાઓ પર લડાઈ થઈ રહી છે. અહીં ભાજપ છેલ્લા 25 વર્ષથી સત્તામાં છે.આવી સ્થિતિમાં આ વખતની ચૂંટણી ભાજપ માટે નાકનો પ્રશ્ન બની ગઈ છે.

આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી નથી ઈચ્છતી કે, કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની સાથે રાજ્યમાં અન્ય કોઈ પાર્ટી સરકાર બનાવે. હાલમાં તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ તે 8મી ડિસેમ્બરના રોજ જ સ્પષ્ટ થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X