કેજરીવાલની રણનીતિ ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તૈયારી માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તૈયારી માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતો વધી ગઇ છે. ભાજપમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્યારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ છાશવારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે.

arvind kejriwal

રાજ્યમાં ચૂંટણી પહેલાં માહોલ જામ્યો છે ત્યારે, આમ આદમી પાર્ટીની ચૂંટણી રણનીતિ ભાજપને ભારે પડતી જોવા મળી રહી છે. અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતના વિવિધ કાર્યક્રમોમાં જે રીતે આયોજન અને પીઆર મેનેજમેન્ટ જોવા મળી રહ્યુ છે. ગુજરાત મુલાકાતો દરમિયાન મીડિયા મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા સ્પ્રેડીંગ અને ડાટા મેનેજમેન્ટ, પીઆર મેનેજમેન્ટ તેમજ સત્તાપક્ષને ઘેરવાની ભાજપની ભુતકાળની રણનીતિને આબેહુબ અનુસરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસંપર્કની જે પણ રણનીતિ ભુતકાળમાં અપનાવી હતી અને ભવ્ય સફળતા મેળવી હતી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આ જ રણનીતિ પર હૂબહૂ ચાલી રહ્યા છે. અર્થાત, અરવિંદ કેજરીવાલ દુશ્મનને દુશ્મનના હથિયારથી જવાબ આપી રહ્યા છે.

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ થર્ડ ઓપ્શન તરીકે જોવામાં આવી રહી છે. જ્યારે, મજબુત રાઇઝીંગ પાર્ટી તરીકે આપનો ઉદય જોવા મળી રહ્યો છે. ભાજપની રણનીતિને પોકળ કરી ગુજરાતના એકહથ્થુ શાસન પર કેજરીવાલે પડકાર આપ્યો છે. આ રીતે, જોઇએ તો ભાજપને ભાજપના જ હથિયારોથી ભાજપને ધ્વસ્ત કરવાની અરવિંદ કેજરીવાલની રણનીતિ કેટલી સફળ થાય છે, ભાજપ પોતાના જ હથિયારોનો તોડ કેવો નિકાળે છે. ગુજરાતમાં મતદારો પર કોણ પકડ બનાવશે અને કેવા રાજકીય સમિકરણ રચાય છે તે નજીકનો સમય જ બતાવશે. પરંતું, હાલમાં કેજરીવાલના પાસા ભાજપની ઉંઘ હરામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X