For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સોનિયા છે મોદીના ઉત્તરાધિકારી, ભાજપ બનાવશે પીએમ...', ગુજરાતમાં કેજરીવાલનો મોટો દાવો

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપ પર નિશાન સાધ્યુ છે. કેજરીવાલે મોટો દાવો કર્યો અને કહ્યુ, 'મેં સાંભળ્યુ છે કે પીએમ મોદી પછી ભાજપ સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવશે. તેમને પૂછો કે આ અંગે તેમનુ શું કહેવુ છે. તેમને કહો કે કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે તમે સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર અને પીએમ મોદીના અનુગામી બનાવવા જઈ રહ્યા છો.'

'સોનિયા છે મોદીના ઉત્તરાધિકારી, ભાજપ બનાવશે પીએમ ઉમેદવાર'

'સોનિયા છે મોદીના ઉત્તરાધિકારી, ભાજપ બનાવશે પીએમ ઉમેદવાર'

કેજરીવાલે આ વાત ત્યારે કહી જ્યારે તેઓ એક સવાલનો જવાબ આપી રહ્યા હતા જેમાં ભાજપના નેતાઓએ કહ્યુ હતુ કે સામાજિક કાર્યકર મેધા પાટકર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. આ સાંભળીને કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ગુજરાતની શાસક પાર્ટી કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને 'પાછલા દરવાજે વડાપ્રધાન' બનાવવાનો પ્રયાસ કરી રહી છે.' તેમણે કહ્યુ, શું સોનિયા ગાંધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી બનવા જઈ રહ્યા છે?

ગુજરાતમાં કેજરીવાલે ભાજપને આડેહાથ લીધી

ગુજરાતમાં કેજરીવાલે ભાજપને આડેહાથ લીધી

કેજરીવાલે કહ્યુ, 'મેં સાંભળ્યું છે કે પીએમ મોદી પછી ભાજપ સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવશે. તેમને પૂછો કે આ અંગે તેમનુ શું કહેવુ છે. તેમને પૂછો કે શા માટે કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ભાજપ સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર અને પીએમ મોદીના અનુગામી બનાવવા જઈ રહ્યા છે. આના પર તેમનુ શું કહેવુ છે. ભાજપ પાછલા બારણે સોનિયાને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે. આ સવાલ એમને પૂછો. તમને જણાવી દઈએ કે ભાજપે માંગ કરી છે કે નર્મદા બચાવો આંદોલન(NBA)ના સ્થાપક મેધા પાટકરના AAP સાથેના જૂના સંબંધોને ગુજરાતમાં ચૂંટણીનો મુદ્દો બનાવવો જોઈએ. પાર્ટીના નેતાઓએ કહ્યુ છે કે પાટકરે નર્મદા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને તેમની અને AAP વચ્ચે 'નવા સંબંધ'ની વાત કરી હતી. આના પર કેજરીવાલે કહ્યુ છે કે ભાજપે ગુજરાતના વિકાસ માટે 'કંઈ કર્યુ નથી' અને દાવો કર્યો છે કે ભાજપ પાસે 'આગામી પાંચ વર્ષ માટે કોઈ ચોક્કસ નીતિ નથી'.

'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, એની વાત ના કરો'

'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે, એની વાત ના કરો'

કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ખતમ થઈ ગઈ છે. એક પ્રશ્નના જવાબમાં કેજરીવાલે કહ્યુ, 'કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. તેમના પ્રશ્નોના જવાબ આપવાનુ બંધ કરી દેવુ જોઈએ. લોકોને હવે આવા પ્રશ્નોની પરવા નથી.' AAP નેતાએ અગાઉ લોકોને વિનંતી કરી હતી કે તેઓ કોંગ્રેસ પર 'પોતાના મતનો બગાડ' ન કરે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમની જીત બાદ, AAP અન્ય રાજ્યોમાં તેના પગલાને વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

English summary
Kejriwal says BJP is trying to make Sonia Gandhi as the PM the backdoor and successor Of Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X