For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેશુભાઇનો મોદીને પ્રશ્નઃ પહેલા તમારો વિદેશ ખર્ચ જાહેર કરો

|
Google Oneindia Gujarati News

Keshubhai Patel
અમદાવાદ, 04 ઑક્ટોબરઃ ગુજરાત પરવિર્તન પાર્ટી(જીપીપી)ના પ્રમુખ કેશુભાઇ પટેલે મંગળવારે કહ્યું છે કે સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ સામે પ્રશ્નો ખડા કરતાં પહેલા રાજ્યના મુખ્યમંત્ર નરેન્દ્ર મોદીએ પોતાના વિદેશ પ્રવાસ અંગેના ખર્ચની માહિતી આપવી જોઇએ. કેશુભાઇએ જુનાગઢના વિસાવદર ખાતે રાજકીય રેલી દરમિયાન પત્રકારોને જણાવ્યું છે, " મોદીએ પહેલાં પોતાના વિદેશ પ્રવાસ પાછળ રાજ્યની તિજોરીમાંથી જે ખર્ચ કર્યો છે તેની માહિતી જનતાને આપવી જોઇએ, પછી જ તેમને અન્યોના વિદેશ પ્રવાસ અંગે પ્રશ્નો ખડા કરવાનો અધિકાર છે."

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોદીએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ પર જે ખર્ચ થયો છે તેનો જવાબ કેન્દ્ર આપે. તેમણે એમ પણ કહ્યું હતું કે સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ પાછળ 1800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરાના આરટીઆઇ કાર્યકર્તા તૃપ્તિ શાહે મોદી અને તેમના કેબિનેટના મંત્રીઓ દ્વારા 2007માં જે સંમેલનો યોજ્યા તેમાં જે પ્રવાસ ખર્ચ થયો છે, તેની માહિતી માંગી હતી. જ્યારે કેશુભાઇને તેમની પાર્ટીને ચૂંટણી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો કેશુભાઇએ કહ્યું છે કે જીપીપી તમામ 182 બેઠક પરથી ચૂંટણી લડશે.

પટેલે કહ્યું, " ગરિબ કલ્યાણ મેળા કરવામાં આવ્યાં હોવા છતાં પણ રાજ્યના ગરિબ લોકોનો ઉદ્ધાર થયો નથી અને તેઓ ખુશ નથી. હું લોકોના સ્વભાવને ભાપી ગયો છું અને એ ખાતરીપૂર્વક કહીં શકુ છું કે આગામી ચૂંટણીમાં લોકો, જાતિ, જ્ઞાતિ અને ધાર્મિક મુદ્દાને બાજૂએ મુકીને મતદાન કરશે." જીપીપીએ રાજકોટના વિરપુરથી પોતાની પરિવર્તન સંદેશ યાત્રાની શરૂઆત કરી હતી. કેશુભાઇએ કહ્યું છે કે તેમની આ યાત્રા પ્રથમ તબક્કામાં જુનાગઢ, અમરેલી અને રાજકોટમાં ફરશે અને ત્યારબાદ બીજા તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર અન ભાવનગરમાં ફરશે.

English summary
Gujarat Parivartan Party (GPP) President Keshubhai Patel today said Gujarat Chief Minister Narendra should first make his expenses on foreign trips public before raising questions over expenditure incurred on Sonia Gandhi's foreign tours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X