સુરેન્દ્રનગરમાં કેશુભાઇની યાત્રાને નિરાશાજનક આવકાર

સુરેન્દ્રનગરમાં કેશુભાઇ પટેલે ફરી એક વખત નર્મદાનો મુદ્દો ઉછાળ્યો હતો અને કહ્યું હતું કે, તેમના શાસનકાળ દરમિયાન નર્મદાનું પાણી જિલ્લામાં માટે એકઠું કર્યું હતું પરંતુ છેલ્લા 12 વર્ષમાં મોદીના શાસન હેઠળ કેનાલો ખાલી છે, તેમાં પાણી નથી. જો જીપીપી સત્તા પર આવશે તો ફરીથી આ કેનાલોમાં પાણી ઓવર ફ્લો થશે.
તેમણે કહ્યું કે, હાલ પાણી લેનારાઓને ચોર ગણાવવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવામાં આવે છે, પરંતુ જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે નર્મદાના પાણીની પ્રાથમિકતા ખેડુતોની હતી, અમે તે સમય પાછો આપીશું.












Click it and Unblock the Notifications
