૭૨ લાખથી વધુ ખેલાડીઓ સાથે ખેલ મહાકુંભ ૨૦૨૫નો પ્રારંભ

રમતગમત અને યુવા કલ્યાણના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નારણપુરા ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય સ્તરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ખેલ મહાકુંભ ૨૦૨૫નો વિધિવત પ્રારંભ કરાવ્યો છે.

રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્રને સાર્થક કરતા આ મહાકુંભમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ૭૨.૫૭ લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં ૪૩.૮૩ લાખ પુરુષ અને ૨૮.૭૪ લાખ મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે.

Khel Mahakumbh

ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં ગયા વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓ અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેણે રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો છે.

યુવાનોના સૌથી મોટા ઉત્સવનો પ્રારંભ કરાવતા રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, "એક તરફ ગુજરાતમાં નવરાત્રિનો લોકપ્રિય ઉત્સવ ચાલી રહ્યો છે અને બીજી તરફ યુવાનોનો લોકપ્રિય ઉત્સવ ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે.

વિશ્વમાં ભાગ્યે જ ક્યાંય આ પ્રકારનો અનોખો સંયોગ જોવા મળે. તેમણે વધુમાં જણાવ્યું કે, જે સંકુલમાંથી ૭૨ લાખથી વધુ યુવાનોના મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી ૨૯ દેશોના ૧૨૦૦ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે, જે ગુજરાતની રમતગમત ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિ દર્શાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X