નરેશ પટેલના પુત્ર શિવરાજની પ્રેસવાર્તા, મને પરિવર્તન જોઇએ છે

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતના જાણીતા ધાર્મિક સ્થળ અને પટેલોની આસ્થાનું પ્રતીક તેવા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે આજે એક પ્રેસવાર્તા કરીને તેવી જાહેરાત કરી હતી કે મને મારા માટે પરિવર્તન જોઇએ છે. શિવરાજ પટેલ આ સાથે જ જણાવ્યું હતું કે હવે હું મારા ત્રણ નજીકના લોકોને મળવા જઇ રહ્યો છું. નોંધનીય છે કે આ પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલ અને જીતુ વાઘાણી બંન્નેની મુલાકાત લીધી હતી. અને જણાવ્યું હતું કે ખોડલધામ એક નિષ્પક્ષ સંસ્થા છે. અને આ ચૂંટણીમાં તે પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે. જો કે આ પછી તેમના પુત્ર શિવરાજ પટેલે શુક્રવારે પ્રેસ કોન્ફર્ન્સ કરીને પરિવર્તનની વાત કરી હતી. અને તે કોંગ્રેસની ઓફિસે તે પછી પહોંચ્યા હતા.

Gujarat Election

નોંધનીય છે કે શિવરાજે ગુરુવારે પણ કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાના સમર્થનમાં બોલ્યા હતા. જો કે રાજકોટમાં યોજવામાં આવેલી આ પ્રેસ વાર્તામાં શિવરાજે તેમ પણ કહ્યું હતું કે તમે સમજી વિચારીને મત આપજો. ત્યારે શિવરાજ પટેલની પ્રેસવાર્તાથી એક તરફ જ્યાં પિતાએ ટ્રસ્ટ તટસ્થ છે તેવી વાત કરી રાજકારણથી દૂરી સેવી લીધી હતી તો બીજી તરફ તેમના પુત્રને અંગત મિત્ર મળવાનું કહીને કોંગ્રેસ ઓફિસ પહોંચી આડકતરી રીતે કોંગ્રેસના સમર્થનની વાત કરી હતી. આમ પટેલોમાં પણ કંઇ પાર્ટીને વોટ આપવો તે વાતને લઇને ગૂંચવણ છે તે વાત સ્પષ્ટ થઇ હતી.

English summary
Khodaldham trustee Naresh Patel's son Shivraj Patel press conference. Read here more on this story.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.