For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ધ્રોલમાં પણ ધ્રોલમાં છે ભારે વરસાદ, વધુ વાંચો અહીં

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જામનગર એરપોર્ટથી ધ્રોલ ખાતે જવા રવાના થયા છે. નોંધનીય છે કે ધ્રોલમાં સૌની યોજનાનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધ્રોલ ખાતે શું કાર્યક્રમ છે. અને કેવી રીતે અહીં મોદીના કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા અને તૈયારી કરવામાં આવી છે. તેની વિસ્તૃત માહિતી વાંચો નીચેના આ આર્ટીકલમાં....

ધ્રોલમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ધ્રોલ પહોંચવાના છે પણ હાલ ધ્રોલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ત્રણ કલાકમાં અહીં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેને જોતા ધ્રોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ મેધમહેરનું વિધ્ન નડે તેવી પૂર્ણ શક્યતા છે.

narendra modi

વોટરપ્રૂફ ડોમમાં થશે મોદીનો કાર્યક્રમ
જો કે વરસાદની પરિસ્થિતીને જોતા પહેલેથી જ આ કાર્યક્રમ એક વોટરપ્રૂફ ડોમ હેઠળ કરવામાં આવ્યો છે. ત્યારે શક્યતા છે કે ભારે વરસાદ કોઇ મોટું નુક્શાન ના કરે. જો કે મોદી આ બાદ જનસભા પણ સંબોધશે જેમાં 1 લાખથી વધુ લોકો આવશે તેવી શક્યતા હતી. પણ વરસાદના કારણે જનમેદની કેવી રહે છે તે હવે જોવાનું રહ્યું.

મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ 11 વાગે શરૂ થશે. મોદી આજી ત્રણ ડેમ પર જઇ સૌની યોજનાની લિન્ક 1નું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ જાહેર સભાને પણ સંબોધશે. પીએમના આગમનથી માંડીને સૌની યોજનાના ઉદ્ઘાટન સમયે ક્યાંય કાર્યક્રમ કે વ્યવસ્થામાં કચાશ જોવા ન મળે તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.આ માટે દબદબાભર્યું આયોજન કરાયુ છે.

narendra modi

સ્વીચ દ્વારા કરશે લોકર્પણ

આજે વડાપ્રધાન મોદીના હસ્તે પડધરીના સણોસરા નજીક આવેલા આજી-3 ડેમની સાઇટ પરથી સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે. ડેમની સાઇટ પરથી વડાપ્રધાન સ્વિચ મારફત ડેમના ગેટ નંબર 2, 3 અને 4ને ખોલશે.

શું થશે લાભ
લોકર્પણથી આજી-3 ડેમમાંથી નર્મદાનાં નીર આજી-4 ડેમમાં ઠલવાશે, ઉપરાંત આજી-3 ડેમ સાઇટ પરથી પમ્પિંગ દ્વારા ઊંડ-1 ડેમમાં પાણી ઠલવાશે. પ્રથમ તબક્કાના ભાગરૂપે આજે 10 જળાશયોમાં નર્મદાનાં નીર ઠલવાશે.

narendra modi

સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
સૌની યોજનાના લોકાર્પણમાં નરેન્દ્ર મોદીની ઉપસ્થિત રહેવા છે. ત્યારે સમગ્ર પડધરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વડાપ્રધાન આવી રહ્યા હોય બે દિવસ પૂર્વેથી જ નેશનલ સિક્યુરિટી ગાર્ડ-એનએસજીનો કાફલો આવી પહોંચ્યો છે.

કમાન્ડો સંભાળશે બધું
સભાસ્થળના ડોમનો કબજો એનએસજી કમાન્ડોએ સંભાળી લીધો છે. આજે સવારથી અધિકારીઓ ચેકિંગ કરતા જોવા મળ્યા. બોમ્બ સ્કવોર્ડ અન ડોગ સ્કવોર્ડ સ્ટેજ પર તેમજ સમગ્ર ડોમમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપ તેમજ તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.

narendra modi

લોકો માટે પણ વ્યવસ્થા
લોકોને સભા સ્થળે પહોંચાડવા માટે એસ.ટી.ની 700 સહિત કુલ 1200 બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રના ગામોમાં સોમવાર રાતથી જ બસ પહોંચાડી દેવામાં આવી છે. જોકે આમ કરવાને લીધે સામાન્ય માણસો અવર જવર માટે રઝળી પડ્યા હતા. વળી વરસાદના ચક્કરમાં કેટલી જનમેદની આવી પહોંચશે તે હવે જોવું જ રહ્યું.

English summary
Narendra Modi SAUNI Yojana: Know the details of Modi's Program and its latest update. And also know how rain can create problem for this program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X