For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : શહેરી બેઠકો પર ભાજપ દબદબો યથાવત રાખી શકશે?

Gujarat Assembly Election 2022 : વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીની પકડ ગુજરાત અને દેશમાં મજબૂત છે. આવા સમયે ટૂંક સમયમાં યોજાનારી હિમાચલ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શું પરિસ્થિતિ છે?

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીની પકડ ગુજરાત અને દેશમાં મજબૂત છે. આવા સમયે ટૂંક સમયમાં યોજાનારી હિમાચલ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શું પરિસ્થિતિ છે? ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો રહ્યો છે.

જોકે, આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અસદ્દુદીન ઔવેસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ની એન્ટ્રી થવાના કારણે ચૂંટણી સમીકરણોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આવા સમયે શહેરી વિસ્તારોમાં ભાજપ માટે શહેરી બેઠકો જીતવી સરળ રહેશે કે કેમ એ મોટો સવાલ સામે આવી રહ્યો છે.

ગુજરાતની શહેરી બેઠકો પર ભાજપનો દબદબો

ગુજરાતની શહેરી બેઠકો પર ભાજપનો દબદબો

ગુજરાતની 8 મ્યુનિસિપલ કોર્પોરેશનની 44 વિધાનસભા મતવિસ્તાર શહેરી બેઠકો તરીકે ગણવામાં આવે છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે.

આ શહેરી બેઠકો ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1995ની ચૂંટણીથી આ બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠકો પર સારા દેખાવને કારણે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી વિપક્ષી પાર્ટી અથવા કોંગ્રેસને સરળતાથી પાછળ ધકેલી રહી છે.

જોકે, આ વખતે આમ આદમી પાર્ટી પણ પોતાની પૂરી તાકાત લગાવી રહી છે અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની AIMIMએ પણ શહેરી સીટો પર સક્રિયતા બતાવીને સમીકરણ બદલવાનો પ્રયાસ કર્યો છે.

2017માં પણ ભાજપે શહેરી ગઢ બચાવી રાખ્યો

2017માં પણ ભાજપે શહેરી ગઢ બચાવી રાખ્યો

2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 44 શહેરી બેઠકોમાંથી 40 બેઠકો જીતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટેસૌથી મુશ્કેલ ચૂંટણી હતી.

ભારતીય પાર્ટીને 182 બેઠકોમાંથી માત્ર 99 બેઠકો મળી હતી. પાટીદાર આંદોલનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાર્ટીની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.

આમ થવા છતાં શહેરી બેઠકો પર તેનું વર્ચસ્વ લગભગ અકબંધ રહ્યું હતું અને 2012ની જેમ માત્ર એક બેઠક ગુમાવી હતી અને 39 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આ એક બેઠકનું નુકસાન અમદાવાદમાંથી થયું હતું, જ્યાં ભાજપે 2012માં 16 માંથી 13 બેઠકો જીતી હતી, જ્યારે 2017માં 12 બેઠક પર જીત મળી હતી.

આમ આદમી પાર્ટીને સુરતમાં ઘણી આશા

આમ આદમી પાર્ટીને સુરતમાં ઘણી આશા

2012 અને 2017 બંને ચૂંટણીઓમાં, ભાજપ સુરતમાં 12 બેઠક અને વડોદરા 5 બેઠકમાંથી તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી.

આ વખતે સુરતની શહેરી બેઠકોની ચર્ચા વધુ થઇ રહી છે. કારણ કે, આ વખતે આમ આદમી પાર્ટીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક મોટા પાટીદાર નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

જેમાં ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જેવા નેતાઓનો સમાવેશ થાય છે. 17 નવેમ્બરના રોજ, સુરત પૂર્વમાંથી આમ આદમી પાર્ટીના કંચન જરીવાલાએ પાર્ટીમાં જૂથવાદનો આરોપ લગાવીને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું.

જોકે, આ પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર તેમના અપહરણનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ભાજપે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા.

AIMIMની એન્ટ્રી બાદ અમદાવાદમાં શું બદલશે?

AIMIMની એન્ટ્રી બાદ અમદાવાદમાં શું બદલશે?

જો સુરતમાં આમ આદમી પાર્ટીને એક નવા પરિબળ તરીકે જોવામાં આવી રહી છે, તો અમદાવાદમાં મુસ્લિમ બહુમતી ધરાવતી કેટલીકબેઠકો પર ઓવૈસીની AIMIMની એન્ટ્રીથી ચૂંટણીની ગણતરી બદલાશે, તેવી અપેક્ષા રાખી શકાય છે.

આ શહેરી બેઠકોજમાલપુર-ખાડિયા, દરિયાપુર, દાણી લીમડા, બાપુનગર અને વેજલપુર છે.

ઉલ્લેખનીય છે કે, બાપુનગરથી AIMIMના શાહનવાઝ ખાનેકોંગ્રેસની તરફેણમાં પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. ઓવૈસીની પાર્ટીએ રાજ્યભરમાં કુલ 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

શહેરી વિસ્તારોમાં ભાજપની આસપાસ પણ કોઇ નહીં

શહેરી વિસ્તારોમાં ભાજપની આસપાસ પણ કોઇ નહીં

ગુજરાતના શહેરી વિસ્તારના ભાજપના એક વરિષ્ઠ નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, અમદાવાદમાં જમાલપુર-ખાડિયા, દરિયાપુરઅને દાણી લિમડા જેવી લઘુમતી એકાગ્રતા ધરાવતી કેટલીક શહેરી બેઠકોને બાદ કરતાં, અમને કોઈ શહેરી વિસ્તારમાં કોઈ મોટો વિરોધદેખાતો નથી.

આનું મુખ્ય કારણ અમદાવાદ, સુરત અને વડોદરામાં 1980 અને 1990 ના દાયકામાં જોવા મળેલી સાંપ્રદાયિક હિંસા છે. તેપછી ભાજપ સત્તામાં આવ્યો અને લોકોએ ફરક જોયો છે.

સાંપ્રદાયિક સુરક્ષા એ શહેરી મતદારો માટે મુખ્ય મુદ્દો છે અને તેના કારણે શહેરીવિસ્તારોમાં કોઈપણ પક્ષ ભાજપની નજીક પણ નથી. આફતાબ પૂનાવાલા-શ્રદ્ધા વોકર જેવી ઘટના શહેરી લોકોને, જેઓ મુખ્યત્વે શિક્ષિત છે, ભાજપની તરફેણમાં વધુ એક કરી શકે છે. આવી ઘટનાઓ પછી લોકો કટ્ટર હિંદુત્વનો માર્ગ અપનાવશે અને તે માટે ભાજપ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

25 થી 30 શહેરી બેઠકો જીતીશું - આમ આદમી પાર્ટી

25 થી 30 શહેરી બેઠકો જીતીશું - આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીનું માનવું છે કે, આ વખતે ગુજરાતના શહેરોમાં ચૂંટણી હિંદુત્વના મુદ્દા પર નહીં, પરંતુ લોકોના વાસ્તવિક મુદ્દાઓ પરથશે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ દાવો કર્યો છે કે, તેમની પાર્ટીને શહેરી બેઠકોમાં 25થી 30 બેઠકો મળશે.

તેમણે જણાવ્યું હતું કે, આ વખતે પ્રથમ વખત રાજ્યમાં મુદ્દા આધારિત રાજકારણ જોવા મળી રહ્યું છે. શહેરી વિસ્તારના લોકો શિક્ષણ, વીજળી અનેભાડાના વધતા ખર્ચથી પરેશાન છે. તેથી જ તેઓ અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવતી 300 યુનિટ મફત વીજળી, મફત આરોગ્ય,મફત શિક્ષણની ગેરંટી તરફ આકર્ષાયા છે. અમે શહેરોમાં 25-30 બેઠકો જીતવાના છીએ.

કોંગ્રેસને પણ તેના વચનો પર આશા છે

કોંગ્રેસને પણ તેના વચનો પર આશા છે

કોંગ્રેસ પણ હાર સ્વીકારી રહી નથી. શહેરી બેઠકોમાં આ વખતે તેનું પ્રદર્શન વધુ સારું રહેશે તેવી આશા છે. પાર્ટીના પ્રવક્તા મનીષદોશીએ જણાવ્યું હતું કે, 2017માં અમે શહેરી વિસ્તારોમાં ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ અપેક્ષિત પરિણામ ન હતું મળ્યું. 2022માં અમનેવિશ્વાસ છે કે, અમારું પ્રદર્શન વધુ સારું રહેશે.

તેઓ કહે છે, શહેરી વિસ્તારોમાં ચાર મુખ્ય મુદ્દાઓ છે - શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને કર. લોકોને સમજાયું છે કે, અમે વાસ્તવિક મુદ્દાઓ પર વાત કરીએ છીએ. અમે શહેરી રોજગાર ગેરંટી યોજનાનું વચન આપ્યું છે. તેથી જ અમને આશા છે કે શહેરી વિસ્તારમાં લોકો કોંગ્રેસને મત આપશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું.

15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.

આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

17નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછાખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાનીમત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
know the equations of Gujarat Assembly Election 2022 after the entry of AAP and AIMIM, BJP can hold urban seat or not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X