For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે ભૂપેન્દ્ર પટેલ જેઓ આજે બનશે ગુજરાતના નવા સીએમ

જાણો કોણ છે ભૂપેન્દ્ર પટેલ જેઓ આજે બનવાના છે ગુજરાતના નવા સીએમ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભાજપ શાસિત રાજ્યોમા છેલ્લા અમુક દિવસોથી ઉથલ-પાથલનો દોર ચાલુ છે. પહેલા ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવીને તેમની જગ્યાએ તીરથ સિંહ રાવતને ખુરશી આપવામાં આવી. એ જ રીતે કર્ણાટકમાં લાંબો ઘટનાક્રમ બાદ છેવટે વાયએસ યેદિયુરપ્પાએ પણ પોતાનો તાજ ગુમાવવો પડ્યો અને તેમની જગ્યાએ બોમ્મઈએ સત્તા મેળવી. આ દરમિયાન શનિવારે મુખ્યમંત્રી બદલવાનો એપિસોડ ગુજરાતમાં પણ જોવા મળ્યો જ્યાં વિજય રૂપાણીના રાજીનામા પછી ગુજરાતના નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવામાં આવ્યા છે. તો, જાણો કોણ છે ભૂપેન્દ્ર પટેલ જેઓ આજે બનવાના છે ગુજરાતના નવા સીએમ.

વાસ્તવમાં, ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રીની દોડમાં ઘણા નામ આગળ ચાલી રહ્યા હતા પરંતુ રવિવારે ભાજપે ચોંકાવનારો નિર્ણય લીધો. જેવી રીતે ગઈ વખતે ચૂંટણી જીતવા પર સીએમના નામ માટે નીતિન પટેલ આગળ ચાલી રહ્યા હતા પરંતુ પાર્ટીએ એક વાર વિજય રૂપાણી પર ભરોસો વ્યક્ત કર્યો હતો. તેવી જ રીતે આ વખતે પણ રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલના નામનુ એલાન કરીને સૌને ચોંકાવી દીધા. રવિવારે થયેલ ધારાસભ્ય દળની બેઠકમાં સ્પષ્ટ થઈ ગયુ કે હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ છે.

ઘાટલોડિયા સીટના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા સીટના ધારાસભ્ય છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમના નામનો પ્રસ્તાવ પૂર્વ સીએમ વિજય રૂપાણીએ રાખ્યો હતો. રવિવારે ગાંધીનગરના ભાજપ કાર્યાલયમાં ચાલી રહેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિનો નિર્ણય લેવામાં આવ્યો.

પાટીદાર સમાજનો ચહેરો છે ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ સમાજના છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પાટીદાર સમાજની એક સારી એની મત બેંક છે. જો કે પાટીદાર સમાજના નેતા તરીકે હાર્દિક પટેલ પણ ઉભરીને સામે આવ્યા છે પરંતુ ભૂપેન્દ્ર પટેલ સમાજના મોટા નામોમાં શામેલ છે. તેમની પટેલ સમાજમાં સારી એવી પકડ છે.

સંઘમાં લાંબા સમયથી જોડાયેલા છે ભૂપેન્દ્ર પટેલ

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ ઘણા લાંબા સમયથી આરએસએસ એટલે કે સંઘ સાથે જોડાયેલા રહ્યા છે. વળી, વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. આ ઉપરાંત ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. એટલુ જ નહિ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત પણ ઘણી ચર્ચાઓમાં હતી. તેમણે 1 લાખ 17 હજાર મતોથી ચૂંટણી જીતી હતી.

English summary
Know the new cm of Gujarat, Bhupendra Patel who is going be sworn in as new CM today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X