મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયું 52 કિલો સોનું, કિંમત 15 કરોડ

Subscribe to Oneindia News

કચ્છનું મુંદ્રા પોર્ટ જાણે દાણચોરી માટેનું હબ બની ગયું છે. મુંદ્રા પોર્ટ પરથી અત્યાર સુધી સિગારેટ અને સોનાની દાણચોરી થતી ઝડપાતી હતી. DRIને ફરી એકવાર મોટી સોનાની દાણચોરી ઝડપી પાડવામાં સફળતા મળી છે. દિલ્હીમાંથી એક શખ્સ 44 કિલો સોના સાથે ઝડપાયો હતો તેની પૂછપરછ કરતા સોનાની દાણચોરીની કબુલાત કરી હતી. DRIએ મળેલી માહિતીના આધારે કચ્છના મુંદ્રા પોર્ટ પરથી દાણચોરીનો 52 કિલોનો સોનાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ.15 કરોડ જેટલી થાય છે.

mudra

મળતી માહિતી મુજબ DRIએ મોડી રાત્રે મુંદ્રા પોર્ટ પરથી 52 કિલો સોનું જપ્ત કર્યું છે. કન્ટેનરમાં લોખંડની પ્લેટમાં સોનું છુપાવી દુબઈથી હર્નીકસિંઘ મંગાવતો હતો. તે પરમ ઇક્વ્યુપમેન્ટ પ્રા.લિ. કંપનીના નામે આખું કૌભાંડ ચલાવતો હતો. હર્નીકસિંઘ કેટલાય સમયથી સોનાની દાણચોરી કરતો હતો. 13 તારીખે હર્નીકસિંઘની ધરપકડ બાદ સમગ્ર દાણચોરીનું કૌભાંડ બહાર આવ્યું હતું. હર્નીકસિંઘે દુબઈથી મંગાવેલા કન્ટેનરની તપાસ કરતા તેમાંથી 15 કરોડ રૂપિયાનું 52 કિલો દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. હર્નીકસિંઘ દુબઈથી કન્ટેનર મારફતે સોનુ મંગાવી દિલ્હીમાં વેચતો હતો. તેણે 400 કિલો જેટલું સોનું આ રીતે મંગાવ્યાની આશંકા છે. DRIની વધુ પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે, કૌભાંડના તાર દુબઈ સુધી જોડાયેલા છે.

English summary
kutch : 52 kg of gold worth 15 crores seized from Mundra Port
Please Wait while comments are loading...