For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ: છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુકાળ

કચ્છ: છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુકાળ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ગરમીનો પારો 45ને પાર પહોંચ્યો છે. રાજ્યના તમામ શહેરોમાં અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવામાં જો વાત કરીએ કચ્છની તો હાલ કચ્છ ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરમાં રણોત્સવ માટે જાણીતું કચ્છ હાલ દુકાળનું ભોગ બન્યું છે. કચ્છના રહેવાસીઓ પાણીની એક એક બુંદ માટે તરસી રહ્યા છે. કચ્છની આવી પરિસ્થિતિ જોઈને સરકારની સુજલામ સુફલામ યોજના પોકળ પુરવાર થતી હોય તેવું લાગે છે. જણાવી દઈએ કે કચ્છમાં છેલ્લા ત્રીસ વર્ષનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. સ્થાનિકોની સ્થિતી એવી કફોડી છે કે અત્યારે તેઓ પાણીના એક એક ટીપા માટે તરફડિયા મારી રહ્યા છે.આવી જ રીતે પશુઓ પણ તરફડી રહ્યા છે.કચ્છની આવી સ્થિતિના કારણે લોકો હિજરત કરી રહ્યા છે. દુકાળ ના લીધે અત્યાર સુધી 10 હજારથી વધુ લોકો તેમના અઢી લાખ પશુધન સાથે કચ્છ છોડીને અન્યત્ર આશરો લીધો છે. કચ્છ વાસીઓની પાણી માટેની પીડાનો વર્ષોથી અંત જ આવ્યો નથી.

બૂંદ બૂંદ માટે તરસ્યા લોકો

બૂંદ બૂંદ માટે તરસ્યા લોકો

આમ તો કચ્છ ફરવા માટે જાણીતું છે પણ હવે દુકાળે પણ જાણે કચ્છમાં ધામા નાખ્યા હોય તેવું લાગે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રીને આંબી રહ્યો છે. કચ્છમાં હાલ 20 ડેમોમાં 13.32 ટકા પાણી છે. આ સ્થિતિ માત્ર કચ્છની જ નહીં પરંતુ રાજ્યના ૫૦થી વધુ તાલુકાઓ દુકાળની ઝપેટમાં છે. રાજ્યના કેટલાય ડેમોમાં પાણીનું લેવલ ઘટી રહ્યું છે જો વાત કરી સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના 138 ડેમમાં માત્ર 11.82 ટકા પાણી જ બચ્યું છે. તો દક્ષિણ ગુજરાતના 12 ડેમમાં 24.19 ટકા જ પાણી રહ્યું છે. નર્મદા ડેમમાં 50.82 ટકા પાણી છે.ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16.60 ટકા પાણી બચ્યું છે.જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમમાં 48.22 ટકા પાણી રહ્યું છે.આમ રાજ્યના કુલ 204 ડેમમાં 34.81 ટકા જ પાણી રહ્યું છે. રાજ્ય પર ઘેરાયેલા આ જળસંકટનો ક્યારે અંત આવશે તે તો સરકાર જ જાણે.

સુજલામ સુફલામ યોજના ના પોકળ દાવા

સુજલામ સુફલામ યોજના ના પોકળ દાવા

રાજ્ય સરકાર હાલ પાણીની સુજલામ સુફલામ યોજનાને વેગવંતી બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે. આવામાં કચ્છની આવી પરિસ્થિતિ જોઈને એવું લાગે છે કી સરકારને લોકોની પરવા જ નથી રહી.

50થી વધુ તાલુકાઓ દુકાળગ્રસ્ત

50થી વધુ તાલુકાઓ દુકાળગ્રસ્ત

મહત્વની વાત તો એ છે કે રાજ્યના લગભગ 50થી વધુ તાલુકાઓ દુકાળની ઝપેટમાં છે. પાણી પૂરવઠા વિભાગની માહિતી પ્રમાણે રાજ્યના ડેમોની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાત પર ઘેરાતા જળસંકટથી લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે.

PepsiCo Vs Farmers: હવે ગુજરાત સરકાર પણ મેદાનમાં આવીPepsiCo Vs Farmers: હવે ગુજરાત સરકાર પણ મેદાનમાં આવી

English summary
Kutch drought and decreasing level of water in the dams of gujarrat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X