Kutch Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 4.2ની રહી તીવ્રતા
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ નથી.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ સવારે 9 વાગ્યાની આસપાસ કચ્છ જિલ્લામાં રાપરથી 19 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, 14 જૂનની સાંજે 5 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.5 જણાવવામાં આવી રહી હતી. આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાન બિપોરજોયને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. તેમજ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
