Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નર્સિંગ વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ સેરેમની અને શપથવિધિ સમારોહ યોજાયો

Surat: સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજમાં પ્રવેશ પામનાર 14મી બેચના પ્રથમ વર્ષના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ અને શપથગ્રહણ સમારોહ યોજાયો હતો.

સુરત સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત લેમ્પ લાઈટનિંગ સેરેમનીમાં 14મી બેચના વિદ્યાર્થીઓને નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઈન્દ્રાવતી રાવે અને બીએસસી નર્સિંગ પૂર્ણ કરી ડિગ્રી મેળવનાર 10મી બેચના 60 વિદ્યાર્થીઓને ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડૉ. પારૂલ વડગામાએ શપથ લેવડાવ્યા હતા.

લેમ્પ લાઈટનિંગ સેરેમનીમાં વિદ્યાર્થીગણ દ્વારા મીણબત્તી પ્રદીપ્ત કરી આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઈટિંગેલની સાક્ષીએ તાલીમાર્થીઓએ નર્સિંગ વ્યવસાય દ્વારા જીવનભર માનવસેવામાં કાર્યરત રહેવાના શપથ લીધા હતા. મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને એવોર્ડ અને પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા.

Lamp Lightning Ceremony

નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઈન્દ્રાવતી રાવે નર્સના જીવનમાં લેમ્પ લાઈટનિંગ અને શપથનું મહત્વ સમજાવતાં કહ્યું કે, માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવનાર, ઈસ 1820માં જન્મેલા ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે લેમ્પ લાઈટનિંગ અને શપથની વિભાવના સંકળાયેલી છે.

તેમને આધુનિક નર્સિંગના પ્રણેતારૂપે લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. નર્સ એ હોસ્પિટલનું હૃદય છે, અને કોઈ પણ હોસ્પિટલ કે ડૉક્ટર તેમના વિના વિના સફળતાપૂર્વક કાર્ય કરી શકતા નથી.

અત્યાર સુધી લેબોરેટરીમાં તાલીમ મેળવી છે, પરંતુ હવે હોસ્પિટલોમાં જઈને વાસ્તવિક દર્દીઓની સેવાસુશ્રુષા કરવાની છે, ત્યારે નર્સિંગ સ્ટાફે સેવાપરાયણતાના ભાવ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની ટકોર કરી હતી. તેમણે સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે, એવા કોલેજ સ્ટાફના પ્રયત્નો હરહંમેશ રહ્યા હોવાનું ઉમેર્યું હતું.

આ પ્રસંગે નર્મદ યુનિવર્સિટીના નોમિનેટ બોર્ડ મેમ્બર ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, નર્સિંગ એ ઉમદા વ્યવસાય છે, આજના સમયમાં નર્સિંગને કારકિર્દીનો ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. ડૉક્ટર કે હોસ્પિટલની સફળતામાં નર્સિંગ સેવાઓનું સવિશેષ યોગદાન હોય છે.

આરોગ્ય માળખામાં નર્સની ભૂમિકા પાયાના પથ્થર સમાન છે. દર્દીની કાળજી, સુરક્ષા અને સારવારની જવાબદારી નર્સના શિરે રહે છે. ઘણા સંજોગોમાં દર્દીઓનું ધ્યાન રાખવા નર્સ ચોવીસ કલાક કામ કરે છે. નર્સિંગ ક્ષેત્રે પોતાની કારકિરિર્દી બનવાવાનો નિર્ણય મહત્વપૂર્ણ છે, કારણ કે શિક્ષણની સાથે સેવા કરવાનો અવસર એકમાત્ર મેડિકલના વિદ્યાર્થીઓને મળે છે, જેથી પૂર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવવી જોઈએ.

નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બર માસમાં નવી સિવિલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના સાત વિદ્યાર્થીઓનું AIIMS-(All India Institute of Medical Sciences)માં સિલેક્શન થયું છે, જે દક્ષિણ ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના છે.

નર્સિંગ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવે છે. સુરતની સરકારી નર્સિંગ કોલેજના છાત્રોને કોર્સ બાદ મળતી 100 ટકા રોજગારી અહીંની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવે છે.

આ પ્રસંગે સુરત નર્સિંગ કોલેજમાં 33 વર્ષની સુદીર્ઘ ફરજ નિભાવી વયનિવૃત્ત થયેલા પ્રો.કિરણ દોમડીયાને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરાયા હતા.

નોંધનીય છે કે, નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ હોસ્પિટલના વોર્ડમાં જઈ નર્સિંગ તાલીમાર્થીઓ દર્દીઓને સેવા સારવારની પ્રેક્ટિકલ અને રિઅલ પ્રેક્ટિસ કરતા પહેલા કર્તવ્યભાવના સાથે દર્દીઓની સેવા કરવાના શપથ ગ્રહણ કરે છે. જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ શરૂ કરતા પહેલા લેમ્પ લાઈટનીંગ કરી આ ક્ષેત્રમાં પદાર્પણ કરે છે.

આ પ્રસંગે આરએમઓ ડૉ. કેતન નાયક, ટીબી અને ચેસ્ટ વિભાગના વડા અને યુનિવર્સિટી બોર્ડ મેમ્બર ડૉ. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિપકમલ વ્યાસ, નર્સિંગ એસોસિએશનના સ્ટુડન્ટ એડવાઇઝર કમલેશ પરમાર, નિલેશ લાઠીયા, નીલકંઠ પટેલ, હેડનર્સ, સ્ટાફનર્સ, નર્સિંગ એસોસિએશનની ટીમ સહિત નર્સિંગ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X