Video : જ્યારે સિંહ પરિવાર સત્તાધારના રસ્તા પર ફરવા નીકળ્યો

જરા વિચારી તો જુઓ કે તમે રસ્તા પર જઇ રહ્યા હોવ અને તમારી સામે ત્રણ-ચાર સિંહ આવી જાય તો? આવું જ કંઇક બન્યું સત્તાધાર જઇ રહેલા કેટલાક લોકો જોડે જ્યારે તેમની સામે એક આખોને આખો સિંહ પરિવાર આવી ગયો. ત્રણ સિંહણ, એક સિંહ અને તેમના ત્રણ નાના બચ્ચા ઓએ થોડીવાર રસ્તા પર ચાલવાની શું શરૂ કરી દીધી. ત્યાંથી પસાર થતી ગાડીઓના ટાયર અને તેમાં બેસેલા લોકોના શ્વાસ બન્ને જ રોકાઈ ગયા.

નોંધનીય છે કે આગામી 16 ઓક્ટોબરથી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. ત્યારે ગીરની અભ્યારણ્ય ખૂલે તે પહેલા જ વનરાજે નવરાત્રીના પવિત્ર સમયમાં લોકોને દર્શન આપી દીધા. એટલું જ નહીં લગભગ 1 કિલોમીટર સુધી સિંહના આ પરિવારે રસ્તા પર લટાર મારી હતી.

lion

ત્યારે આ રસ્તા પર આવેલા આ સિંહ પરિવારના બચ્ચાં જ્યાં મોટી ગાડીઓને જોઇને મૂંઝવણ અનુભવી રહ્યા હતા ત્યાં જ 3 સિંહણ અને એક વનરાજ આ તમામ ગાડીઓને બેફિકરાઇથી જોઇ બેખોફ ચાલી રહ્યા હતા. ત્યારે જે લોકોને આ નજરો નરી આંખે જોવા મળ્યો હતો તેમના તો શ્વાસ પળ ભરમાંથી રોકાઇ ગયા હતા. સત્તાધારમાં વનરાજ સહપરિવાર રોડ પર જે સફર કરી તેનો આ અદ્ધભૂત વીડિયો જુઓ અહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X