For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામનગર મનપાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર

જામનગર મનપાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર

|
Google Oneindia Gujarati News

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક હોય ભાજપે ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ભાજપ સંસદીય બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે આગામી 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી થશે અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 2 માર્ચના રોજ મતગણતરી થશે.

આ પ્રમાણે છે જામનગરના ઉમેદવારો

આ પ્રમાણે છે જામનગરના ઉમેદવારો

વોર્ડ નંબર 1ની સીટ નંબર 1 પર મનીષાબેન બાબરીયા, સીટ નંબર 2 પર હુસેનાબેન સંઘાર, સીટ નંબર 3 પર ઉમરભાઈ ચમરિયા અને સીટ નંબર 4 પર ફિરોઝભાઈ પાતાનીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 2ની સીટ નંબર 1 પર દિશાબેન ભારાઈ, સીટ નંબર 2 પર ડિમ્પલબેન રાવલ, સીટ નંબર 3 પર જ્યેનસિંહ ઝાલા અને સીટ નંબર 4 પર જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.

વોર્ડ નંબર 3ની સીટ નંબર 1 પર અલ્કાબેન જાડેજા, સીટ નંબર 2 પર પનાબેન અનડકત, સીટ નંબર 3 પર પરાગ પટેલ અને સીટ નંબર 4 પર આશિષ કંટારીયાને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 4ની સીટ નંબર 1 પરથી કંકુબેન ભાનુબેન વાઘેરા, સીટ નંબર 2 પર જડીબેન સરવૈયા, સીટ નંબર 3 પર કેશુભાઈ મેરૂભાઈ માડમ અને સીટ નંબર 4 પર પૃથ્વિરાજસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર 5ની સીટ નંબર 1 પર બીનાબેન કોઠારી સીટ નંબર 2 પર સરોજબેન વિરાણી, સીટ નંબર 3 પર કિશનભાઈ માડમ અને સીટ નંબર 4 પર આશિષભાઈ જોશીને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 6ની સીટ નંબર 1 પર રમાબેન ચાવડા, સીટ નંબર 2 પર જયુબા ઝાલા, સીટ નંબર 3 પર ભાયાભાઈ ડેર અને સીટ નંબર 4 પર દીપકસિંહ ચૌહાણને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 7ની સીટ નંબર 1 પર લાભુબેન બંધીયા, સીટ નંબર 2 પર પ્રભાબેન ગોરેચા, સીટ નંબર 3 પર અરવિંદભાઈ સભાયા અને સીટ નંબર 4 પર ગોપાલભાઈ સોરઠીયાને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 8 પરની સીટ નંબર 1 પર સોનલબેન કંજરીયા, સીટ નંબર 2 પર તૃપ્તિબેન ખેતીયા, સીટ નંબર 3 પર કેતનભાઈ ગોસરાની અને સીટ નંબર 4 પર દિવ્યેશભાઈ અકબરીને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 9ની સીટ નંબર 1 પર ધરમીનાબેન બારડ, સીટ નંબર 2 પર કુસુમબેન હરિહરભાઈ પંડ્યા, સીટ નંબર 3 પર ધીરેનકુમાર મોનાણી અને 4 પર નિલેશભાઈ કગથરાને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર 10ની સીટ નંબર 1 પર આશાબેન રાઠોડ, સીટ નંબર 2 પર ક્રિષ્નાબેન સોઢા, સીટ નંબર 3 પર મુકેશભાઈ માતંગ અને સીટ નંબર 4 પર પાર્થ જેઠવાને ટિકિટ આપી. જ્યારે વોર્ડ નંબર 11ની સીટ નંબર 1 પર હર્ષા વિરસોડીયા, સીટ નંબર 2 પર તરુણા પરમાર, સીટ નંબર 3 પર ધર્મરાજસિંહ જાડેજા અને સીટ નંબર 4 પર તપન પરમારને ટિકિટ આપી.

વોર્ડ નંબર 12ની સીટ નંબર 1 પર અંજલીબેન પરમાર, સીટ નંબર 2 પર સોનલ રાઠોડ, સીટ નંબર 3 પર રઉફભાઈ ગઢકાઈ અને સીટ નંબર 4 પર ઓજાઝ અબ્દુલ સત્તાર હાલાને ટિકિટ આપી. જ્યારે વોર્ડ નંબર 13ની સીટ નંબર 1 પર પ્રવિણા રૂપાળીયા, સીટ નંબર 2 પર બબીતાબેન લાલવાની, સીટ નંબર 3 પર મોહિત મુકેશ મંગી અને સીટ નંબર 4 પર કેતનભાઈ માખવાને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર 14ની સીટ નંબર 1 પર શારદાબેન વિંઝુડા, સીટ નંબર 2 પર લીલાબેન ભદ્રા, સીટ નંબર 3 પર જીતેશ શીંગાળા અને સીટ નંબર 4 પર મનીષ કંટારીયાને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 15ની સીટ નંબર 1 પર શોભા પઠાણ, સીટ નંબર 2 પર હર્ષાબા જાડેજા, સીટ નંબર 3 પર જયેશ ઢોલરીયા અને સીટ નંબર 4 પર જયંતીભાઈ ગોહિલને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 16ની સીટ નંબર 1 પર ગીતાબેન જાડેજા, સીટ નંબર 2 પર ભારતીબેન ભંડેરી, સીટ નંબર 3 પર વિનોદભાઈ ખીમસુર્યા અને સીટ નંબર 4 પર પાર્થભાઈ પુર્ષોત્તમભાઈ કોટડીયાને ટિકિટ આપી છે.

રાજકોટના ઉમેદવારોની યાદી જાણવા માટે અહીં ક્લિક કરોરાજકોટના ઉમેદવારોની યાદી જાણવા માટે અહીં ક્લિક કરો

English summary
List of BJP candidates for Jamnagar municipal corporation election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X